શ્રીદેવીને ‘ખુદા ગવાહ’ માટે મનાવવા અમિતાભ બચ્ચને મોકલાવી હતી ફૂલોથી ભરેલી આખી ટ્રક!

Spread the love

જ્યારે શ્રીદેવીએ અમિતાભ સાથે ફિલ્મ નકારી એક્ટ્રેસને મનાવવા બિગ બીએ આખી ટ્રક ભરીને મોકલ્યા હતા ફૂલ! ‘ખુદા ગવાહ’ ૧૯૯૨ની એક ભારતીય એપિક ક્રાઈમ-એક્શન ફિલ્મ છે, જેને મુકુલ એસ. આનંદે લખી અને ડિરેક્ટ કરી હતી મોટા પડદા પર તો આપણે ઘણી રસપ્રદ સ્ટોરીઓ જાેઈએ છીએ, પરંતુ પડદા પાછળ પણ ઘણી મજેદાર અને સુંદર સ્ટોરીઓ છુપાયેલી હોય છે.

આવો જ એક પડદા પાછળનો કિસ્સો અમિતાભ બચ્ચન અને શ્રીદેવીનો છે.વાસ્તવમાં આ કિસ્સા પ્રમાણે ૧૯૯૨માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ખુદા ગવાહ’માં ડિરેક્ટર બિગ બી સાથે શ્રીદેવીને લેવા માંગતા હતા, પરંતુ એક્ટ્રેસ તે સમયે માત્ર ગ્લેમરસ રોલ કરવા નહોતી માંગતી અને આવી સ્થિતિમાં તેમણે તે ફિલ્મ રિજેક્ટ કરી દીધી હતી.શ્રીદેવી તે દોરની ટોપ એક્ટ્રેસીસમાંથી એક હતી અને જ્યારે તેમણે આ ફિલ્મ રિજેક્ટ કરી અને તેને કરવાની ના પાડી દીધી, તો અમિતાભ બચ્ચને તેમને મનાવવા માટે એક ખાસ અંદાજ અપનાવ્યો.અમિતાભ બચ્ચને શૂટિંગ સેટ પર ગુલાબના ફૂલોથી ભરેલી એક આખી ટ્રક શ્રીદેવી માટે મોકલી આપી, જેને જાેઈને શ્રીદેવી હેરાન રહી ગઈ પરંતુ આ સાથે જ તે ખુશ પણ થઈ. તેમને બિગ બીનો આ રીતે મનાવવાનો અંદાજ ખૂબ પસંદ આવ્યો અને તેમણે ફિલ્મ માટે હા પાડી દીધી.કોરિયોગ્રાફર સરોજ ખાને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે ટ્રક આવી અને તેના તમામ ગુલાબ શ્રીદેવી પર વરસાવવામાં આવ્યા હતા. તે મોમેન્ટ એકદમ શાનદાર લાગી હતો.જાેકે, ફિલ્મ માટે હા કહેવાની સાથે જ એક્ટ્રેસે એક શરત પણ મૂકી હતી. તે એ હતી કે તેઓ ફિલ્મમાં માતા અને પુત્રીનો ડબલ રોલ પ્લે કરશે.’ખુદા ગવાહ’ ૧૯૯૨ની એક ભારતીય એપિક ક્રાઈમ-એક્શન ફિલ્મ છે, જેને મુકુલ એસ.

 

આનંદે લખી અને ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, શ્રીદેવી (ડબલ રોલમાં), નાગાર્જુન, શિલ્પા શિરોડકર, ડેની ડેન્ઝોંગપા અને કિરણ કુમારે મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.આનું સંગીત લક્ષ્‍મીકાંત-પ્યારેલાલે આપ્યું હતું. આ ફિલ્મ ‘ઈન્કલાબ’ (૧૯૮૪) અને ‘આખરી રાસ્તા’ (૧૯૮૬) પછી શ્રીદેવી અને બચ્ચનની સાથે કરેલી ત્રીજી ફિલ્મ હતી. અફઘાનિસ્તાન અને ભારતની પૃષ્ઠભૂમિ પર બનેલી આ ફિલ્મ બાદશાહ ખાનની સ્ટોરી છે, જે એક અફઘાન યોદ્ધા છે અને પોતાની પ્રેમિકા બેનઝીરના પિતાની હત્યાનો બદલો લેવા માટે ભારત આવે છે. પોતાનું મિશન પૂરું કર્યા પછી, તેના પર અન્ય એક હત્યાનો ખોટો આરોપ મૂકવામાં આવે છે અને તેને ભારતમાં જેલમાં ધકેલી દેવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *