અમેરિકામાં વ્યાજદરમાં વધારો થવાની ૮૯ ટકા શકયતા: સોના-ચાંદી પર દબાણ

Spread the love

મુંબઈ: વૈશ્વિક બજારમાં મોંઘવારી અને અમેરિકામાં વ્યાજદરમાં વધારો થવાની આશંકાની અસર સોના-ચાંદી સહિતની કોમોડિટી માર્કેટ પર જોવા મળી રહી છે. ફેડરલ રિઝર્વની પોલિસી બેઠકમાં વ્યાજદરમાં વધારો થવાની શકયતાને કારણે સોના-ચાંદીના ભાવ પર દબાણ વધ્યું છે. બજારના ટ્રેડર્સ માને છે કે વ્યાજદરમાં વધારો થવાની ૮૯ ટકા શકયતા છે.કાચા તેલના ભાવમાં પણ મોટો વધારો જોવા મળ્યો છે.અહેવાલ મુજબ કાચા તેલનો ભાવ ૧૦૯.૪૦ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો છે. વૈશ્વિક બજારમાં મોંઘવારી વધુ વધવાની આશંકા વચ્ચે તેલ ૧૨૦ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચવાની શકયતા વ્યકત કરવામાં આવી છે.પશ્ચિમ એશિયામાં તણાવ અને હોર્મુઝ વિસ્તારમાં સપ્લાયને અસર થવાની ચિંતાને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે. અહેવાલ મુજબ જો સપ્લાય લાંબા સમય સુધી બધં રહે તો તેલની કિંમતમાં વધુ વધારો થઈ શકે છે.અમેરિકાના ૧૦ વર્ષના બોન્ડનું યીલ્ડ ૨૦૨૩ બાદ પ્રથમ વખત ૫ ટકાને પાર પહોંચ્યું છે. યીલ્ડ વધવાથી બોન્ડની કિંમત ઘટે છે અને રોકાણકારો માટે વ્યાજદરમાં વધારો થવાની આશંકા વધુ મજબૂત બને છે.

ડોલર ઇન્ડેકસ પણ ૦.૫૦ ટકા વધીને ૯૯.૬૨ પર પહોંચી ગયો છે. મજબૂત ડોલરની અસર સોના સહિતની કિંમતી ધાતુઓ પર જોવા મળી રહી છે.અહેવાલ મુજબ સોનાનો ભાવ ૨ ટકા ઘટીને ૪,૨૭૪ ડોલર પ્રતિ ઔસં આસપાસ પહોંચ્યો છે. ભારતમાં પણ એમસીએકસ પર સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. એમસીએકસ પર સોનું .૨,૪૦૦ ઘટીને લગભગ .૧.૫૦ લાખ પ્રતિ ૧૦ ગ્રામના સ્તરે પહોંચ્યું હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક બજારમાં ચાંદીનો ભાવ લગભગ ૨.૭ ટકા ઘટીને ૬૩ ડોલર પ્રતિ ઔસં રહ્યો છે.અમેરિકી બોન્ડ યીલ્ડમાં વધારો શેરબજાર માટે પણ ચિંતાનો વિષય બની શકે છે. રોકાણકારો માને છે કે જો વ્યાજદરો વધે તો શેરબજારમાંથી રોકાણ બહાર નીકળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *