દહેગામ ખાતે નારી ગૌરવ દિવસની ઉજવણી ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને કરાઇ

Spread the love

“નારી ગૌરવ દિવસ” ની ઉજવણીના ભાગરૂપે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,ગાંધીનગર, તાલુકા પંચાયત, દહેગામ, દહેગામ નગરપાલિક અને સંકલિત મહિલા અને બાળ વિકાસ વિભાગ, દહેગામના સંયુકત ઉપક્રમે એન.જે.પટેલ કોમ્યયુનિટી હોલ, પટેલ સમાજવાડી, ગલુદણ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમા માન.ધરાસભ્યશ્રી બલરાજસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં કાર્યક્રમની શરૂઆતમાં તાલુકા વિકાસ અધિકારી, દહેગામ દ્વારા સ્વાગત, પ્રવચન તથા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવ્યો. માન.મુખ્યમંત્રીશ્રી દ્વારા રાજયકક્ષાના કાર્યક્રમ માટે વડોદરા ખાતે હાજરી આપવામાં આવી હતી અને તેનુ જીવંત પ્રસારણ મહાનુભાવો તથા લાભાર્થી બહેનો દ્વારા નિહાળવામાં આવ્યુ હતુ.
ત્યારબાદ જેમાં મુખ્યત્વે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના લાભાર્થીઓને લોન ચેક તથા લોન મંજુરી પત્રકનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. તથા લાભાર્થી દ્વારા યોજનાકીય પ્રતિભાવ પણ રજુ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ બાદ ધરાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણના હસ્તે નગજીના મુવાડા ખાતે આંગણવાડીનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com