ગાંધીનગરના રાયસણ ખાતે “નારી ગૌરવ દિવસ” નિમિત્તે મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજના હેઠળ મંત્રી શ્રી કિશોર કાનાણીના હસ્તે ૨૨ મહિલા જૂથોને રૂપિયા ૨૨ લાખના ચેક અર્પણ કરાયા

Spread the love

 

રાજયના મુખ્ય મંત્રીશ્રીની શાસનધૂરા સંભાળ્યાને ઓગસ્ટ માસમાં પાંચ વર્ષ પૂર્ણ થાય છે. જે અંતર્ગત સમગ્ર રાજયમાં જનસેવા કાર્યોના સેવાયજ્ઞનો આરંભ કરવામાં આવ્યો છે. આ સેવાયજ્ઞના ચોથા દિવસની “નારી ગૌરવ દિવસ” તરીકે સમગ્ર રાજયમાં ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આ દિનની ઉજવણી સ્વર્ણિમ સાંસ્કૃતિક કેન્દ્ર, રાયસણ ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રાજય મંત્રી શ્રી કિશોરભાઇ કાનાણીના અધ્યક્ષ સ્થાને કરાઇ હતી. તેમના હસ્તે મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ પ્રતીકાત્મક રૂપે ૨૨ મહિલા જૂથોને એક- એક લાખ મળી કુલ ૨૨ લાખની લોન સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
નારી ગૌરવ દિવસના કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરી આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણના રાજય મંત્રી શ્રી કિશોરભાઇ કાનાણીએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર રાજયમાં નારી ગૌરવ દિવસ નિમિત્તે અનેક મહિલા ઉત્કર્ષના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજયના સંવેદનશીલ મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રુપાણીના પ્રબળ નેતૃત્વને પાંચ વર્ષ ઓગસ્ટમાં પૂર્ણ થાય છે. જે નિમિત્તે રાજય સરકાર પોતે પાંચ વર્ષમાં કરેલા કામોનો પ્રજાજનોને હિસાબ આપવા અને નવીન વિકાસ કામોનું લોકાર્પણ – ખાતમૂહૂર્ત કરવા વિવિધ દિવસોની ઉજવણી કરી રહી છે.
તેમણે ઉમેર્યું હતું કે, આજે સમગ્ર રાજયમાં નારી ગૌરવ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ ગ્રામીણ તથા શહેરી વિસ્તારની મહિલાઓને આર્થિક ઉપાર્જન માટે ત્વરિત લોન સહાય મળી રહે તેવા ઉમદા આશયથી, મહિલા જૂથોને આજે લોનના ચેક આપવા સમગ્ર રાજયમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોન સહાય શૂન્ય ટકા વ્યાજે અને ગેરેંટી વગર આપવામાં આવી રહી છે. આ સહાય થકી રાજયની અનેક મહિલાઓ પગભર બની શકશે.
મંત્રી શ્રી કિશોરભાઇ કાનાણીએ, આ સરકારના શાસનમાં ૨૪ કલાક વીજળી, ગુજરાતમાં પાણીદાર બનાવવાના કરેલી કામગીરી, ગંગા સ્વરૂપ સહાય યોજના, બાળ સખા યોજના, મા વાત્સલ્ય યોજના જેવી અનેક રાજય સરકારની ફેલગશીપ યોજના અંતર્ગત થયેલી કામગીરીની માહિતી આપી હતી.
કોરોનાની મહાબીમારીમાં રાજય સરકારે કરેલી કામગીરીની વિગત આપીને મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, કોવિડ -૧૯ના લોકડાઉનનાં સમયમાં તે સમયની માંગને માન આપીને, ગુજરાતની ખમીરવંતી મહિલાઓએ પૂરા જુસ્સાથી કાપડના વિવિધ માસ્ક તથા સેનેટાઇઝર બનાવવાની શરૂ કરી દીધા હતા. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અત્યાર સુધી આ સંગઠિત બહેનોએ ૪૦,૦૦૦ માસ્ક બનાવી, જાહેર જનતાને પુરા પાડી, આજીવિકામાં વધારો કર્યો છે. આશરે રૂ ૭,૬૦,૦૦૦/- ની આજીવિકા મેળવી છે. તેમજ કપરા કાળમાં શહેરની જનતાને સુરક્ષિત રાખવા કોવિડ વોરીયર્સ બની આ મહિલાઓ દ્વારા આયુર્વેદિક ઉકાળો બનાવી આયુર્વેદિક તેમજ હોમિયોપેથીક દવા પેકિગ કરી, સાથે સાથે તેમણે ૧,૫૩,૯પ૮ રૂપિયાનું આર્થિક ઉપાર્જન પણ કર્યું છે. ગાંધીનગર શહેરી વિસ્તારના લોકો સુધી પહોચાડી અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે.
આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી ર્ડા. ધવલ પટેલે જણાવ્યું હતું કે, મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની શરૂઆત ગાંધીનગર ખાતે આજ સ્થળથી વર્ષ- ૨૦૨૦માં કરવામાં આવી હતી. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અત્યાર સુધી મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના (MMUY) યોજના હેઠળ ૩૨૦ જૂથની રચના કરવામાં આવી છે. બેંકોના સહકારથી રૂ.૧ લાખ પ્રતિ જૂથ દીઠ કુલ ૨૦૦ જૂથોને રૂ. ૨૦૦ લાખથી વધુ રકમની લોન મંજુ૨ કરવામાં આવનાર છે. જેનો લાભ તેઓ તેમજ તેમના કુટુંબીજનો મેળવી તેઓ તેમના ધંધા રોજગાર થકી આત્મનિર્ભર બનશે.
આ પ્રસંગે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત ગાંધીનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર શ્રી પી.એસ.દવેએ કર્યું હતું. કાર્યક્રમને અંતે આભાર વિધિ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી પૂજા બાવળાએ કરી હતી.
આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્ય, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુરભિ ગૌત્તમ, ગાંધીનગર મહાનગરપાલિકાના પૂર્વ મેયર શ્રીમતી રીટાબેન પટેલ, ડેપ્યુટી મેયર શ્રી નાઝાભાઇ ધાંધલ, પૂર્વ ધારાસભ્ય શ્રી અશોકભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ શ્રી રૂચિરભાઇ ભટ્ટ અને આમંત્રિત મહિલા જૂથોની બહેનો ઉપસ્થિત રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com