શું PM મોદી કોંગ્રેસનો આ રેકોર્ડ તોડી શકશે, જાણો ઈતિહાસ રચવાથી કેટલા દૂર?

Spread the love

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસની સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને દેશના વડાપ્રધાન બનવા સુધી અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. પીએમ મોદીના 12 વર્ષના કાર્યકાળ પર નજર કરીએ તો વડાપ્રધાન તરીકે તેમણે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે.તેઓ પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરૂના સતત 4398 દિવસ શાસન કરવાના રેકોર્ડને જૂનમાં તોડી ચૂક્યા છે.હજુ કેટલાક એવા રેકોર્ડ પણ છે જેને પાર કરવા માટે પીએમ મોદીએ ઓછામાં ઓછા એક કાર્યકાળ માટે વડા પ્રધાન બનવું પડશે.આખરે તેમણે 2014માં વડા પ્રધાન બન્યા બાદ અત્યાર સુધી કયા રેકોર્ડ પોતાના નામે કર્યા?હવે કયો રેકોર્ડ તોડવાની ખૂબ જ નજીક આવી ગયા છે? એવા કયા અને કોના રેકોર્ડ છે જે હાલ પીએમ મોદીની પહોંચથી દૂર છે અને તેને હાંસલ કરવામાં કેટલો સમય લાગી શકે છે? આવો જાણીએ.

 

ભારતના વડાપ્રધાન તરીકે સૌથી લાંબો કાર્યકાળ

 

22 માર્ચ 2026ના રોજ પીએમ મોદી ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સરકાર ચલાવનાર નેતા બની ગયા હતા.તેમણે સિક્કિમના પૂર્વ મુખ્ય પ્રધાન પવન કુમાર ચામલિંગના 8930 દિવસના અગાઉના રેકોર્ડને પાછળ છોડી દીધો હતો.પીએમ મોદી માટે આ ઉપલબ્ધિ માત્ર કોઈ એક સરકારનું નેતૃત્વ કરતી વખતે નથી આવી પરંતુ તેમની આ ઉપલબ્ધિમાં 15 વર્ષ સુધી ગુજરાતના મુખ્ય પ્રધાન રહેવાનો રેકોર્ડ અને હવે સતત 12 વર્ષથી વડા પ્રધાન રહેવાનો રેકોર્ડ સામેલ છે.તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ઓક્ટોબર 2001થી મે 2014 સુધી કાર્યરત રહ્યા હતાં.જ્યારે ભારત દેશના વડાપ્રધાન તરીકે મેં 2014થી આજ દિન સુધી સતત કાર્યરત છે.પીએમ મોદી કોંગ્રેસ પક્ષ સિવાયના સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર વડા પ્રધાન છે.તેમણે આ મામલામાં અટલ બિહારી વાજપેઈના કાર્યકાળને ઘણો પાછળ છોડી દીધો છે.આ ઉપરાંત તેઓ પહેલા એવા બિન-કોંગ્રેસી નેતા છે.જેમણે સંસદમાં સતત બે વખત પૂર્ણ બહુમતની સરકાર બનાવી છે. જેમાં ભાજપ પોતાના દમ પર બહુમતના આંકડા 272થી પાર તો એનડીએનો આંકડો 300ને પાર પહોંચ્યો હતો. 2024ની લોકસભાની સામાન્ય ચૂંટણી પછી નરેન્દ્ર મોદી વડા પ્રધાન તરીકે સતત ત્રીજા કાર્યકાળ માટે ચૂંટાઈ આવનાર ઇતિહાસના બીજા ભારતીય નેતા બન્યા છે. તેમના પહેલા આ ઉપલબ્ધિ માત્ર જવાહરલાલ નેહરૂના નામે હતી.ઓક્ટોબર 2001માં ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે પહેલી વાર નિયુક્ત થયા પછી તેઓ સત્તામાં રહેતી વખતે ક્યારેય કોઈ ચૂંટણી હાર્યા નથી અને તેમણે એક પણ દિવસ ચૂંટાયેલા કાર્યકારી પદથી બહાર વિતાવ્યો નથી.

 

પીએમ મોદીએ હવે કયો રેકોર્ડ તોડ્યો?

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 જૂન 2026ના રોજ એક ઐતિહાસિક ઉપલબ્ધિ હાંસલ કરીને ભારતના સૌથી લાંબા સમય સુધી કાર્યરત રહેલા વડા પ્રધાન બની ગયા છે. તેમણે દેશના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂના સતત કાર્યકાળના 64 વર્ષ જૂના રેકોર્ડને તોડ્યો છે.આઝાદી પછી દેશની પહેલી સામાન્ય ચૂંટણીઓ પછી રચાયેલી પહેલી લોકસભાની રચના 17 એપ્રિલ 1952ના રોજ થઈ હતી.તેની પહેલી બેઠક 13 મે 1952ના રોજ થઈ હતી અને આ જ દિવસે પંડિત જવાહરલાલ નેહરૂએ વડા પ્રધાન પદના શપથ લીધા હતા.તે દૃષ્ટિએ જોઈએ તો જ્યાં નેહરૂ પહેલી ચૂંટણી જીત્યા પછી સતત 4398 દિવસ સુધી ભારતના વડા પ્રધાન રહ્યા હતાં. ત્યાં પીએમ મોદીએ કુલ 4399 દિવસ સતત પીએમ રહેવાનું ગૌરવ હાંસલ કરી લીધું છે. તેઓ સતત સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા વડા પ્રધાન હોવાનું ગૌરવ પ્રાપ્ત કરી ચૂક્યા છે.જવાહરલાલ નેહરૂનો વડા પ્રધાન તરીકેનો કુલ કાર્યકાળ કુલ 6131 દિવસનો હતો.તેનું કારણ એ છે કે તેમણે ભારતની કમાન 1947માં બ્રિટિશ શાસનથી આઝાદી મળ્યા પછી જ સંભાળી લીધી હતી.ત્યારે પીએમ પદ માટે કોઈ ચૂંટણી થઈ ન હતી.દેશમાં પહેલી વાર આમ ચૂંટણી 1952માં જ થઈ હતી.એટલે કે 1947થી 1952 સુધી નેહરૂ પીએમ તો રહ્યા પરંતુ તેમની સરકાર ચૂંટણીના માધ્યમથી આવી ન હતી એટલે કે નિર્વાચિત ન હતી.આ દૃષ્ટિએ સામાન્ય ચૂંટણી પછી ચૂંટાઈને સતત વડા પ્રધાન પદ પર રહેવાની અવધિને જોવામાં આવે તો પીએમ મોદી હવે નેહરૂના રેકોર્ડને વટાવી ચૂક્યા છે.

 

હજી પણ નહેરૂનો રેકોર્ડ તોડવા વડાપ્રધાન બનવું જરૂરી

 

ભલે પીએમ મોદી ચૂંટાઈને સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનાર વડા પ્રધાન બનવાની નજીક પહોંચી ગયા છે.પરંતુ વડા પ્રધાન તરીકે કુલ દિવસોની બાબતમાં જવાહરલાલ નેહરૂનો રેકોર્ડ હજુ પણ સૌથી ઉપર છે.જવાહરલાલ નેહરૂનો કુલ કાર્યકાળ 1947થી 1964 એટલે કે 16 વર્ષ અને 286 દિવસનો રહ્યો છે.એ જ રીતે ઇન્દિરા ગાંધીએ પણ અલગ અલગ કાર્યકાળમાં દેશ પર 15 વર્ષથી વધુ શાસન કર્યું છે.હવે પીએમ મોદીની વાત કરીએ તો મે 2014થી અત્યાર સુધી તેમનો કાર્યકાળ લગભગ 12 વર્ષનો થયો છે.નેહરૂના આ કુલ કાર્યકાળના રેકોર્ડને વટાવવા માટે પીએમ મોદીએ વર્ષ 2030ના અંત સુધી દેશના વડા પ્રધાનપદે બની રહેવું પડશે.ભાજપે આગામી લોકસભા ચૂંટણી જીતવી જરૂરી બનશે.2029ની લોકસભા ચૂંટણી પછી પીએમ મોદીએ આગામી લગભગ બે વર્ષ સુધી સતત વડા પ્રધાન તરીકે ચાલુ રહેવું પણ અનિવાર્ય છે.તો જ નેહરૂનો આ રેકોર્ડ તોડવો શક્ય બની શકે છે.

 

સૌથી લાંબા સમય સુધી મુખ્ય પ્રધાન રહેવાનો રેકોર્ડ

 

પીએમ મોદીનો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 12 વર્ષથી વધુ એટલે કે 4610 દિવસનો કાર્યકાળ છે જે એક મોટો રેકોર્ડ છે.પરંતુ રાજ્યોના મુખ્યમંત્રીના સર્વકાલીન ઇતિહાસમાં તેમનાથી આગળ અનેક નેતાઓ છે.સિક્કિમના પૂર્વ મુખ્ય પ્રધાન પવન કુમાર ચામલિંગ 24 વર્ષ અને 165 દિવસ, ઓડિશાના પૂર્વ મુખ્ય પ્રધાન નવીન પટનાઈક 24 વર્ષ 99 દિવસના નામે ભારતમાં સૌથી લાંબા સમય સુધી મુખ્ય પ્રધાન રહેવાનો રેકોર્ડ છે.પીએમ મોદી હવે સંપૂર્ણપણે રાષ્ટ્રીય રાજકારણમાં છે તેથી મુખ્ય પ્રધાનના આ વ્યક્તિગત રેકોર્ડમાં હવે બદલાવ થવાની સંભાવના ઘણી ઓછી છે.

 

કોંગ્રેસનો રેકોર્ડ તૂટશે ખરો?

 

ચૂંટણીની સફળતાના મામલામાં ભાજપે પીએમ મોદીના નેતૃત્વમાં 2014માં 282 અને 2019માં 303 બેઠકો પર પૂર્ણ બહુમત મેળવ્યો હતો. પરંતુ ભારતના સંસદીય ઇતિહાસમાં એક પક્ષ દ્વારા સૌથી મોટી જીતનો રેકોર્ડ હજુ પણ કોંગ્રેસના નામે છે.આ જીત રાજીવ ગાંધીના સમયમાં કોંગ્રેસને મળી હતી.ત્યારે પક્ષે 414 બેઠકો જીતીને ઇતિહાસ રચ્યો હતો.આ અત્યાર સુધીનો રેકોર્ડ છે જેને કોઈ પણ પક્ષ કે ગઠબંધન પણ તોડી શક્યું નથી.પીએમ મોદી હાલમાં પોતાના ત્રીજા કાર્યકાળમાં છે.જેનાથી તેમણે જવાહરલાલ નેહરૂના સતત ત્રણ વખત વડા પ્રધાન ચૂંટાઈ આવવાના રેકોર્ડની બરાબરી કરી છે.જો તેઓ 2029માં ચોથા કાર્યકાળ માટે ચૂંટાય તો તેઓ ભારતના ઇતિહાસમાં ચાર વખત વડા પ્રધાન બનનાર પ્રથમ નેતા બનીને એક નવો રેકોર્ડ કાયમ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *