અમદાવાદ: કફ સીરપનો લાખોનો જથ્થો ઝડપાયો, 2 આરોપીઓની ધરપકડ કરાઈ

Spread the love

અમદાવાદના નારોલમાંથી પોલીસે સ્કોર્પિયો ગાડીમાંથી કફ સીરપનો મોટો જથ્થો ઝડપ્યો છે, બાતમીના આધારે પોલીસે ગાડી રોકીને તપાસ કરતા તેમાંથી 21.15 લાખની કિંમતની કફ સીરપની 1798 બોટલો મળી આવી હતી, જે ગાડીમાં સવાર નવાઝહુસેન શેખ અને સરવર પઠાણની ધરપકડ કરવામાં આવી છે.કફ સીરપની બોટલો આરોપીઓ પાસે ડિલિવરી માટે મંગાવી હતીપકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે જુહાપુરા વિસ્તારમાં રહેતા મોઈન સૈયદ નામના શખ્સે આ કફ સીરપની બોટલો આરોપીઓ પાસે ડિલિવરી માટે મંગાવી હતી.આરોપી દ્વારા પહેલા પોર્ટર મારફતે આ કફ સીરપનો જથ્થો સરખેજ ખાતે મંગાવવામાં આવ્યો અને ત્યારબાદ સરખેજથી આ બંને આરોપીઓ સ્કોર્પિયો ગાડીમાં લઈને નારોલ તરફ જઈ રહ્યા હતા, જે દરમિયાન બંનેને પકડી પાડવામાં આવ્યા છે.

બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતાઆરોપીઓને આ કામ માટે પાંચ પાંચ હજાર રૂપિયા મોઈન આપવાનો હતો, અને અગાઉ પણ આ રીતે તેઓ કફ સીરપનો જથ્થો એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં ડિલિવરી કરી ચૂક્યા હોવાની હકીકત પણ તપાસમાં સામે આવી છે, જોકે આ વખતે પોલીસે પકડેલો જથ્થો આરોપીઓ આ જથ્થો કોની પાસે લઈ જતા હતા, તે તમામ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે, પકડાયેલા બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પણ પોલીસના ધ્યાને આવ્યું છે જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *