US સંસદમાં 100% ટેરિફનું બિલ પાસ, ટ્રમ્પના હાથમાં મોટું હથિયાર, ભારત પર શું અસર થશે?

Spread the love

દુનિયા જ્યારે પશ્ચિમી દેશો અને રશિયા વચ્ચેના યુદ્ધના તણાવમાં વહેંચાયેલી છે… ત્યારે વોશિંગટનથી આવેલા એક સમાચાર વૈશ્વિક શતરંજના પત્તા ફરી ફેરવી નાખે છે! અમેરિકી સંસદના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે (US 100 percent tariff) એવું બિલ પસાર કર્યું છે, જે જોવામાં તો રશિયા પર આર્થિક પ્રહાર છે… પરંતુ તેની સીધી ચપેટમાં ભારત અને ચીન જેવા એશિયાના બે મોટા દેશો આવી શકે છે!ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં હવે એવું કાનૂની હથિયાર આવી રહ્યું છે, જેના ઉપયોગથી રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદનારા દેશો પર 100 ટકા સુધીનો સેકન્ડરી ટેરિફ લાગી શકે છે!

US સંસદમાં 100% ટેરિફનું બિલ પાસ, ટ્રમ્પના હાથમાં મોટું હથિયાર, ભારત પર શું અસર થશે?

US સંસદમાં 100% ટેરિફનું બિલ પાસ, ટ્રમ્પના હાથમાં મોટું હથિયાર, ભારત પર શું અસર થશે?

US સંસદમાં 100% ટેરિફનું બિલ પાસ, ટ્રમ્પના હાથમાં મોટું હથિયાર, ભારત પર શું અસર થશે?

દુનિયા જ્યારે પશ્ચિમી દેશો અને રશિયા વચ્ચેના યુદ્ધના તણાવમાં વહેંચાયેલી છે… ત્યારે વોશિંગટનથી આવેલા એક સમાચાર વૈશ્વિક શતરંજના પત્તા ફરી ફેરવી નાખે છે! અમેરિકી સંસદના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે (US 100 percent tariff) એવું બિલ પસાર કર્યું છે, જે જોવામાં તો રશિયા પર આર્થિક પ્રહાર છે… પરંતુ તેની સીધી ચપેટમાં ભારત અને ચીન જેવા એશિયાના બે મોટા દેશો આવી શકે છે!ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં હવે એવું કાનૂની હથિયાર આવી રહ્યું છે, જેના ઉપયોગથી રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદનારા દેશો પર 100 ટકા સુધીનો સેકન્ડરી ટેરિફ લાગી શકે

US 100 percent tariff: US સંસદમાં બિલ પાસ, હવે ટ્રમ્પના નિર્ણય પર નજર

પણ થોભો…શું ભારત પર ખરેખર 100 ટકા ટેરિફ લાગવાનો છે?શું રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવું હવે ભારતને બહુ મોંઘું પડી શકે છે?અને સૌથી મોટો સવાલ…જો અમેરિકાએભારત પર આ ટેરિફનું હથિયાર ચલાવ્યું… તો તેની અસર તમારા ખિસ્સા સુધી પહોંચશે કે નહીં?આખરે શું છે અમેરિકામાં પસાર થયેલા આ બિલની આખી કહાની… અને ભારત સામે ઉભું થયેલું આ નવું આર્થિક દબાણ કેટલું મોટું છે… એ જ સમજીએ.

સવાર સવારમાં અમેરિકાના વોશિંગટનથી એવા સમાચાર આવ્યા કે વૈશ્વિક રાજનીતિમાં ફરી ગરમાવો આવી ગયો.અમેરિકી સંસદના નીચલા ગૃહ એટલે કે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે રશિયા અને ઈરાન સામેના પ્રતિબંધોને વધુ કડક બનાવતું બિલ પસાર કરી દીધું.બિલનું નામ છે…. લિન્ડસે ઓ. ગ્રેહામ સેન્ક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ ઓફ 2026.હાઉસમાં બિલની તરફેણમાં 262 મત પડ્યા, જ્યારે 159 મત વિરોધમાં પડ્યા.આ પહેલા અમેરિકી સેનેટ પણ ઓગસ્ટમાંઆ બિલને 86-11 મતથી પસાર કરી ચૂકી છે.

હવે બિલ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે જશે.જો ટ્રમ્પ તેના પર હસ્તાક્ષર કરે અને કાયદો અમલમાં આવે… તો ચોક્કસ પરિસ્થિતિમાં રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદતા દેશો પર 100 ટકા સુધીનો સેકન્ડરી ટેરિફ લગાવવાનો અધિકાર રાષ્ટ્રપતિને મળી શકે છે.અને અહીંથી ભારતની ચિંતા શરૂ થાય છે.કારણ કે ભારત રશિયન ક્રૂડ ઓઇલનો મોટો ખરીદદાર છે.પરંતુ એક વાત ખૂબ સ્પષ્ટ છે…હાલ ભારત પર 100 ટકા ટેરિફ લાગ્યો નથી.અત્યારે વાત છે….ટ્રમ્પને આવી કાર્યવાહી કરવાની કાનૂની સત્તા મળવાની.

પરંતુ આજનો આ નિર્ણય અચાનક આવ્યો નથી.ટ્રમ્પ પ્રશાસને2025થી જ ભારતના રશિયન તેલ ખરીદવાના મુદ્દે દબાણ વધારવાનું શરૂ કર્યું હતું.ઓગસ્ટ 2025માં રશિયન તેલની ખરીદીના મુદ્દે ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લાદવામાં આવ્યો અને અમેરિકન ટેરિફનો કુલ બોજ 50 ટકા સુધી પહોંચી ગયો હતો.અર્થાત્…2025માં શરૂ થયેલું ટેરિફ દબાણ હવે 2026માં રશિયા સામેના વધુ મોટા આર્થિક હથિયાર સુધી પહોંચી ગયું છે.પહેલા ભારત પર વેપારનો દબાણ…પછી રશિયન તેલનો મુદ્દો…અને હવે રશિયન ઊર્જા ખરીદતા દેશો સામે 100 ટકા સુધીના સેકન્ડરી ટેરિફની સત્તા.એટલે આજનું બિલ એક અલગ ઘટના નથી..આ ટ્રમ્પની રશિયા અને ભારત સાથે જોડાયેલી ટેરિફ નીતિની આગળની કડી છે.

હવે સૌથી પહેલા સમજીએ કે આ સેકન્ડરી ટેરિફ છે શું? માની લો ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ રાખે છે.અમેરિકા કહી શકે કે ભારત રશિયાની ઊર્જા આવકને મદદ કરી રહ્યું છે.ત્યારબાદ અમેરિકામાં આવતા ભારતીય માલ પર વધારાનો ટેરિફ લગાવી શકાય.એટલે…રશિયા પાસેથી તેલ ખરીદવાનો નિર્ણય… ભારતના અમેરિકન બજાર સુધી પહોંચવા માટે મોંઘો બની શકે છે.ભારતીય કંપનીઓ માટે અમેરિકામાં માલ વેચવો મુશ્કેલ બની શકે.ટેક્સટાઇલ, જેમ્સ-જ્વેલરી, એન્જિનિયરિંગ માલ, કેમિકલ્સ, ચામડું અને અન્ય નિકાસ ક્ષેત્રો પર દબાણ આવી શકે.જો ભારતીય માલ અમેરિકામાં મોંઘો થશે…તો અમેરિકન આયાતકારો બીજા દેશોમાંથી માલ ખરીદવાના વિકલ્પો પણ શોધી શકે.એટલે આ લડાઈ માત્ર રશિયા અને અમેરિકા વચ્ચે નથી.તેની અસર ભારતના વેપાર સુધી પહોંચી શકે છે.

હવે મોટો સવાલ…શું ભારત અમેરિકાના દબાણમાં આવીને રશિયાનું તેલ ખરીદવાનું બંધ કરી દેશે?અહીં ભારત માટે મામલો એટલો સરળ નથી.રશિયન ક્રૂડ ભારત માટે માત્ર રાજકીય સંબંધનોમુદ્દો નથી.તેમાં ભાવ, સપ્લાય અને ઊર્જા સુરક્ષા- ત્રણેય બાબતો જોડાયેલી છે. જો ભારત રશિયા પાસેથી ઓછું ક્રૂડ ખરીદે…તો તેને અન્ય દેશો પાસેથી વધુ તેલ ખરીદવું પડી શકે.અને જો વૈશ્વિક બજારમાં તે તેલ મોંઘું મળે…તો ભારતનો આયાત ખર્ચ વધી શકે.અહીંથી પેટ્રોલ-ડીઝલના ભાવ પર પણ દબાણ આવી શકે.પરંતુ ફરી એક વાત…100 ટકા અમેરિકન ટેરિફનો અર્થ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સીધો 100 ટકા વધારો નથી.અસર વૈશ્વિક ક્રૂડના ભાવ, ભારતની ખરીદી, રૂપિયા-ડોલરના દર અને સ્થાનિક ઈંધણ કિંમત નક્કી કરવાની વ્યવસ્થા સહિત અનેક બાબતો પર નિર્ભર રહેશે.

અહીં આખી રમત વધુ મોટી બની જાય છે.અમેરિકાનો મૂળ હેતુ ભારતને નિશાન બનાવવાનો નથી…મુખ્ય નિશાન રશિયાની ઊર્જા આવક છે.અમેરિકા ઈચ્છે છે કે રશિયાને તેલ અને ગેસમાંથી મળતી આવક પર દબાણ આવે.કારણ કે રશિયાની ઊર્જા આવક તેની અર્થવ્યવસ્થા અને યુદ્ધક્ષમતા માટે મહત્વપૂર્ણ છે.પરંતુ ભારત અને ચીન જેવા મોટા દેશો રશિયન ઊર્જાના મોટા ખરીદદાર છે.એટલે અમેરિકા હવે માત્ર રશિયા પર પ્રતિબંધ મૂકીને અટકતું નથી.તે રશિયા સાથે વેપાર કરતા દેશો પર પણ આર્થિક દબાણ લાવવાનો રસ્તો બનાવી રહ્યું છે.અને આ જ કારણ છે કે ભારત અને ચીનનું નામ આ આખી ચર્ચામાં વારંવાર સામે આવી રહ્યું છે.

આ બિલ અંગે બીજી એક મોટી ગેરસમજ છે.કેટલાક અહેવાલોમાં 500 ટકા સુધીના ટેરિફની વાત છે.પરંતુ 500 ટકા અને 100 ટકા જોગવાઈ એક જ વસ્તુ નથી.રશિયાથી અમેરિકામાં આવતા ચોક્કસ માલ પર 500 ટકા સુધીની ડ્યૂટી લગાવવાની સત્તા અને રશિયન ઊર્જા ખરીદતા ચોક્કસ ત્રીજા દેશો પર 100 ટકા સુધીનો સેકન્ડરી ટેરિફ……આ બંને અલગ જોગવાઈઓ છે.એટલે…ભારત પર 500 ટકા ટેરિફ લાગવાનો છે એવું કહેવું ખોટું હશે.ભારત માટે ચર્ચાનો મુખ્ય મુદ્દો છે…100 ટકા સુધીનો સેકન્ડરી ટેરિફ.અને એ પણ હજુ લાગ્યો નથી.

આ બિલનો વ્યાપ માત્ર તેલ ખરીદતા દેશો સુધી સીમિત નથી.રશિયન તેલ પરના પ્રતિબંધોથી બચવા માટે ઉપયોગમાં લેવાતા જહાજોના નેટવર્કને સામાન્ય રીતે શેડો ફ્લીટ કહેવામાં આવે છે.આવા નેટવર્ક સામે પણ કાર્યવાહી કડક કરવાની જોગવાઈ છે.સાથે જ બિલમાં ઈરાન સામેના પ્રતિબંધોને પણ વધુ સમય સુધી ચાલુ રાખવાનો રસ્તો બનાવવામાં આવ્યો છે.અર્થાત્ અમેરિકાની વ્યૂહરચના માત્ર એક દેશ પર દબાણ કરવાની નથી…રશિયા અને ઈરાનની ઊર્જા આવક અને વૈશ્વિક વેપાર નેટવર્ક પર એકસાથે દબાણ વધારવાની છે.

હવે આખી દુનિયાની નજર એક જગ્યાએ છે…વ્હાઇટ હાઉસ.કારણ કે હાઉસ અને સેનેટમાંથી બિલ પસાર થઈ ચૂક્યું છે.પરંતુ ભારત પર ખરેખર કેટલો ટેરિફ લાગશે…લાગશે કે નહીં…કયા માલ પર લાગશે…અને કઈ પરિસ્થિતિમાં લાગશે…આગળના અમેરિકન રાષ્ટ્રપતિના નિર્ણય પર નિર્ભર રહેશે.ભારતે પણ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેની ઊર્જા સુરક્ષા અને આર્થિક હિતો સર્વોચ્ચ રહેશે અને તે વિવિધ સપ્લાયરો પાસેથી ઊર્જા મેળવવાનું ચાલુ રાખશે.

તો આખી વાતનો સાર શું છે?ભારત પર આજે 100 ટકા ટેરિફ લાગ્યો નથી.પરંતુ અમેરિકાએ એવો કાનૂની રસ્તો તૈયાર કર્યો છે…જેના કારણે રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવાની ભારતની નીતિ…અમેરિકન બજારમાં મોંઘી પડી શકે છે.એક તરફ ભારતની ઊર્જા સુરક્ષા…બીજી તરફ અમેરિકાનું મોટું બજાર…એક તરફ રશિયા સાથેનો ઊર્જા વેપાર…બીજી તરફ અમેરિકાનો વધતો આર્થિક દબાણ..અને હવે નિર્ણયનો દડો ડોનાલ્ડ ટ્રમ્પના કોર્ટમાં છે.ટ્રમ્પ આ 100 ટકાનું હથિયાર ખરેખર ચલાવશે કે નહીં…એ જોવાનું રહેશે.પણ એક વાત નક્કી છે…વોશિંગટનમાં લેવાયેલો આ નિર્ણય માત્ર રશિયાની કહાની નથી…આ નિર્ણયની ગૂંજ ભારતના વેપાર, તેલના બિલ અને આખરે સામાન્ય માણસના બજેટ સુધી સંભળાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *