Bank Holiday : શુક્રવારે બેંકો રહેશે બંધ ! જાણો RBIએ 18 સપ્ટેમ્બરે કેમ આપી રજા

Spread the love

આવતીકાલે એટલે કે 18 સપ્ટેમ્બરે જો તમે બેંક શાખાની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના કેલેન્ડર મુજબ, આવતીકાલે મેઘાલયમાં બેંકો બંધ રહેશે. ત્યારે આ રાજ્યમાં રજા કેમ આપવામાં આવી છે, તેના વિશે આ લેખમાં જાણીશું.યુનિટેરિયન એનિવર્સરી ડે (Unitarian Anniversary Day) નિમિત્તે શુક્રવાર, 18 સપ્ટેમ્બરે બેંકો બંધ રહેશે. આ રજા મેઘાલય રાજ્યમાં રહેશે. ત્યાં તમામ જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો જેમ કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, કેનરા, એક્સિસ, HDFC અને ICICI બંધ રહેશે. મેઘાલય સિવાય, દેશના અન્ય તમામ રાજ્યોમાં બેંકો ખુલ્લી રહેશે.

 

‘યુનિટેરિયન એનિવર્સરી ડે’ શા માટે ઉજવવામાં આવે છે ?

 

મેઘાલયના ખાસી-જૈંતિયા હિલ્સ વિસ્તારમાં દર વર્ષે 18 સપ્ટેમ્બરે યુનિટેરિયન એનિવર્સરી ડે ઉજવવામાં આવે છે. આ દિવસ સ્થાનિક યુનિટેરિયન ધાર્મિક આંદોલનની શરૂઆતની યાદમાં ઉજવાય છે. આ આંદોલનની સ્થાપના હાજોમ કિસોર સિંઘે કરી હતી. તેમણે 18 સપ્ટેમ્બર, 1887ના રોજ જોવાઈ (Jowai) સ્થિત તેમના ઘરે પ્રથમ યુનિટેરિયન ચર્ચ પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું.

 

સ્થાનિક સ્તરે આ સંપ્રદાય ‘કા નિયમ યુનિટેરિયન’ તરીકે ઓળખાય છે. તે પરંપરાગત ખાસી સંસ્કૃતિ, સામાજિક જવાબદારીઓ અને માનવીય મૂલ્યોની સાથે એક ઈશ્વરમાં વિશ્વાસ રાખવા પર ભાર મૂકે છે. યુનિટેરિયન સમુદાય આ પ્રસંગે વિશેષ પ્રાર્થના સભાઓનું આયોજન કરે છે.

 

મેઘાલય સરકારે ‘યુનિટેરિયન એનિવર્સરી ડે’ નિમિત્તે 18 સપ્ટેમ્બરે સ્થાનિક રજા જાહેર કરી છે. આ રજા ઈસ્ટ ખાસી હિલ્સ, ઈસ્ટ જૈંતિયા હિલ્સ, સાઉથ વેસ્ટ ખાસી હિલ્સ અને રી-ભોઈ (Ri-Bhoi) સહિતના જિલ્લાઓને લાગુ પડે છે.

 

દેશના બાકીના ભાગોમાં બેંક શાખાઓ ખુલ્લી રહેશે

 

દિલ્હી, યુપી, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઓડિશા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ગોવા, ગુજરાત, મધ્યપ્રદેશ અને તેલંગાણા જેવા વિવિધ રાજ્યોમાં બેંકો ખુલ્લી રહેશે. માત્ર મેઘાલયમાં જ બેંકો બંધ રહેશે. અન્ય તમામ રાજ્યોમાં તે ખુલ્લી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *