ગુજરાતના MSMEનું હવે ડિજિટલ મેપિંગ! મેન્યુફેક્ચરિંગ એકમોની કુંડળી GIS પર આવશે, PM ગતિ શક્તિ પોર્ટલ સાથે જોડાશે ડેટા

Spread the love

ગુજરાતના મેન્યુફેક્ચરિંગ MSMEનું હવે GIS મેપિંગ થશે: PM ગતિ શક્તિ પોર્ટલ સાથે જોડાશે ડેટાગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ MSME એકમોનું હવે GIS આધારિત જિયો-ટેગિંગ અને મેપિંગ કરવામાં આવશે. કેન્દ્ર સરકારની RAMP યોજના હેઠળ રાજ્યના MSME કમિશનરેટ દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. ‘ઉદ્યોગ પોર્ટલ’ પર નોંધાયેલા મેન્યુફેક્ચરિંગ MSME એકમોની માહિતીનું મેપિંગ કરીને તેને PM ગતિ શક્તિ પોર્ટલ સાથે સંકલિત કરવામાં આવશે.એકમોની મુલાકાત લઈ માહિતી ચકાસશે

 

આ કામગીરીની જવાબદારી ગુજરાત ઈન્ફો પેટ્રો લિમિટેડ (GIPL) ને સોંપવામાં આવી છે. GIPLના અધિકૃત પ્રતિનિધિઓ MSME એકમોની મુલાકાત લઈ તેનું જિયો-ટેગિંગ, જરૂરી માહિતીનું એકત્રીકરણ અને ચકાસણી કરશે. MSME એકમોને પ્રતિનિધિઓને જરૂરી માહિતી અને સહકાર આપવા જણાવાયું છે.

 

સરકારને આયોજનમાં મદદ મળશે

 

GIS મેપિંગથી રાજ્યના MSME એકમોનો સંકલિત અને વ્યવસ્થિત ડેટાબેઝ તૈયાર થશે. આ માહિતીના આધારે ઉદ્યોગો ક્યાં આવેલા છે, ત્યાં કઈ માળખાકીય સુવિધાઓની જરૂર છે અને કયા વિસ્તારોમાં વધુ સુવિધાઓ જરૂરી છે તે અંગે આયોજન કરવામાં મદદ મળશે.

 

યોજનાઓના અમલીકરણમાં પણ ઉપયોગી

 

MSMEનો ડેટા PM ગતિ શક્તિ પોર્ટલ સાથે જોડાયા બાદ ડેટા આધારિત નીતિ ઘડતર અને નિર્ણય પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત બની શકશે. જરૂરિયાત પ્રમાણે MSME એકમો સુધી વિવિધ સરકારી યોજનાઓ, માળખાકીય સુવિધાઓ અને સહાય પહોંચાડવામાં પણ આ ડેટાનો ઉપયોગ થઈ શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *