*ધો-10ની વિધાર્થિનીનું અપહરણ-દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની કેદ:* ગાંધીનગર પોક્સો કોર્ટનો હુકમ, દોષિત હર્ષિલ વિદ્યાર્થિનીને હરિયાણા લઈ ગયો હતો

Spread the love

ધો-10ની વિધાર્થિનીનું અપહરણ-દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની કેદ: ગાંધીનગર પોક્સો કોર્ટનો હુકમ, દોષિત હર્ષિલ વિદ્યાર્થિનીને હરિયાણા લઈ ગયો હતોગાંધીનગરના તારાપુર ગામની સીમ વિહાન રેસીડેન્સીની એક દુકાન બહાર બેસીને વાંચન કરતી 14 વર્ષની વિધાર્થિનીને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી અપહરણ કરી હરિયાણા લઈ જઈ ત્રણ મહિના સુધી દુષ્કર્મ ગુજાનાર આરોપીને ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે દોષિત જાહેર કરી 20 વર્ષની સખત કેદ અને 30 હજારનો દંડ ભોગવવાનો હુકમ કર્યો છે.હર્ષિલે ધો-10ની વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી

 

ગાંધીનગરના તારાપુર ગામની સીમ વિહાન રેસીડેન્સી ખાતે દુકાનમાં રહેતા ફરિયાદીની 14 વર્ષની દિકરી વર્ષ 2023માં સેકટર 23ની કડી સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. એ વખતે સેક્ટર 13 પ્લોટ નંબર-480/2માં રહેતા હર્ષિલ કરણસિંહ રાણાએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારે 29 નવેમ્બર 2023ની રાતે પરિવારજનો શટર અડધું ખુલ્લું રાખી દુકાનમાં સૂઈ ગયા હતા. જ્યારે સગીરા દુકાનની બહાર બેસીને લાઈટના અજવાળે વાંચન કરી રહી હતી.

 

પિતાને ઊંઘ આવી ગઈ, સગીરા ગુમ થઈ

 

દીકરી વાંચી રહી હોવાથી તેના પિતા દુકાનમાંથી ધ્યાન રાખી હતા. દરમિયાન પિતાને પણ ઊંઘ આવી ગઈ હતી.

 

અને મધરાતે જ્યારે તેમની આંખ ખુલી તો સગીરા મળી આવી ન હતી. જેથી પરિજનોએ શોધખોળ કરવા છતાં સગીરાની કોઈ ભાળ મળી ન હતી. આખરે પિતાએ અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

 

હરિયાણા લઈ જઈ દુષ્કર્મ આચર્યું

 

આ મામલે પોલીસે તપાસ હાથ ધરી હર્ષિલ કરણસિંહ રાણાની ધરપકડ કરી લીધી હતી. પોલીસ તપાસમાં આરોપી સગીરાને લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી હરિયાણાના સોનીપત જિલ્લાના ગન્નૌર ખાતેના સુનારગલી વિસ્તારમાં લઈ ગયો હતો. અને ત્યાં મકાન ભાડે રાખી ત્રણ મહિના સુધી અવાર નવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હોવાનું ખુલ્યું હતું. જેના આધારે પોક્સો એક્ટ હેઠળ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરાઈ હતી.

 

‘ગંભીર ગુનામાં દાખલો બેસે તે માટે સખત સજા થવી જોઈએ’

 

ગાંધીનગરના બીજા એડિશનલ સેશન્સ જજ તથા સ્પે.

 

પોક્સો જજ એસ.વી. શર્માની કોર્ટમાં ચાલી જતા ટ્રાયલ દરમિયાન ભોગ બનનાર તથા અન્ય સાહેદોની જુબાનીઓ લેવામાં આવી હતી. સરકાર તરફથી સરકારી વકીલ સુનિલ એસ. પંડ્યાએ દલીલો કરેલી કે,આરોપી સગીરાની નાની ઉંમર જાણવા છતાં તેને લલચાવીને લઈ ગયો છે અને ગંભીર ગુનો આચર્યો છે. સમાજમાં આવા ગુનાઓ અટકે અને દાખલો બેસે તે માટે આરોપીને સખતમાં સખત સજા થવી જોઈએ.

 

જે દલીલો અને પુરાવાઓને ધ્યાને કોર્ટે આરોપી હર્ષિલ રાણાને તકસીરવાન ઠરાવી 20 વર્ષની સખત કેદની સજા તેમજ કુલ 30 હજારનો દંડ ભોગવવાનો હુકમ કર્યો છે.

 

ઉપરાંત પીડિતાને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મારફત ચાર લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *