રામાયણની ચોપાઈ સાથે ન્યાયનો પ્રહાર! સગીરાના દુષ્કર્મીને 20 વર્ષની જેલ: કલોલ POCSO કોર્ટે પરિણીત આરોપીને ફટકારી સખત સજા

Spread the love

જજે રામાયાણની ચોપાઈ ટાંકી દુષ્કર્મીને સજા ફટકારી: 17 વર્ષીય સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર પરિણીત શખસને કલોલ પોક્સો કોર્ટે 20 વર્ષની કેદ ફટકારીકલોલની ત્રીજી સેશન્સ કોર્ટના જજ બી. આર. રાજપુતે ઘરમાં પત્ની અને નાનું માસૂમ બાળક હોવા છતાં 17 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી જઈ અવારનવાર શારીરિક શોષણ કરનાર નારદીપુરના આરોપી કિરણ ઠાકોરને 20 વર્ષની સખત કેદની સજા અને એક લાખનો દંડ ફટકાર્યો છે. ઉપરાંત પીડિત સગીરાના પુનર્વસન માટે 2 લાખ વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે.સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

 

આ કેસના આરોપી કિરણ ઉર્ફે ગણેશ ઉર્ફે ભોણો ઉર્ફે જાડો કાંન્તીજી શકરાજી ઠાકોર (ઉંમર વર્ષ 30, રહે. નારદીપુર, પી.ટી.સી. કોલેજ સામે, હોડકા વિસ્તાર, તા. કલોલ, ) ગત તા. 19 એપ્રિલ 2026ના રોજ નારદીપુર ગામે આવેલા કસુંબલમાતાના મંદિર સામેથી 17 વર્ષની સગીરાને લગ્ન કરવાની ખોટી લાલચ આપી ભગાડી ગયો હતો.આરોપી સગીરાને પોતાના બાઇક પર બેસાડી અપહરણ કરી અલગ અલગ સ્થળોએ લઈ ગયો હતો અને સગીરાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી કુકર્મ આચર્યું હતું. આ મામલે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયોહતો.આ ગંભીર ગુનાની તપાસ કલોલ તાલુકા પીઆઇ જે.જે. ગઢવીએ તાત્કાલિક હાથ ધરીને આરોપીને ઝડપી પાડ્યો હતો અને તમામ વૈજ્ઞાનિક તથા મૌખિક પુરાવા એકત્રિત કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.

 

રામાયણનીચોપાઈ ટાંકી જજે સજા સંભળાવી

 

જે કેસ કલોલ કોર્ટમાં ચાલવા પર આવતાં સરકારી પક્ષે સ્પેશિયલ એ.પી.પી જિગ્નેશ એચ. જોષીએ હાજર રહી તમામ સાક્ષીઓ અને સાહેદોની જુબાનીઓ કોર્ટ સમક્ષ સચોટ રીતે લેવડાવવામાં આવી હતી. અને તમામ સાક્ષીઓએ કેસને સંપૂર્ણ સમર્થન આપતી જુબાનીઓ આપી હતી. આ દલીલો અને પુરાવાઓને ધ્યાને રાખી કોર્ટે ચુકાદાની શરૂઆત જ રામાયણની અમર ચોપાઈથી કરી હતી. કોર્ટે અવલોકન કરતા જણાવ્યું હતું કે, સદબુદ્ધિ જ્યાં હોય ત્યાં સંપત્તિ અને સુખનો વાસ થાય છે.જ્યારે કૂબુદ્ધિ જ્યાં હોય ત્યાં વિપત્તિ, દુઃખ અને વિનાશ જ સર્જાય છે.

 

આ ઘટનામાં આરોપીએ એક પિતા અને એક પતિ તરીકેના પવિત્ર સંબંધ અને વ્યક્તિત્વને શર્મશાર કર્યું છે. આરોપી પોતે પરણિત છે અને ઘરમાં પત્ની તથા નાનું બાળક હોવા છતાં તેણે આસુરી તૃષ્ણા સંતોષવા માટે એક અબુધ સગીરાને પોતાની જાળમાં ફસાવી હતી.કોર્ટે ચુકાદામાં અત્યંત ગંભીર નોંધ લેતા જણાવ્યું હતું કે, આવી વિકૃતમાનસિકતા ધરાવતા ગુનેગારોને જો સમાજમાં કડકમાં કડક સજા કરીને ડામી દેવામાં ન આવે તો ભવિષ્યમાં સમાજમાં કોઈ પણ સગીરા સુરક્ષિત રહેશે નહીં. આથી સમાજમાં દાખલો બેસે તે હેતુથી કાયદા મુજબ આરોપીને 20 વર્ષની સખત કેદ અને એક લાખનો દંડ ફટકાર્યો છે. જ્યારે પીડિતાને બે લાખનું વળતર ચૂકવવા પણ હુકમ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *