વારાણસીના જ્ઞાનવાપી કેસમાં ચૂકાદો આપ્યા બાદ ચર્ચામાં આવેલા ન્યાયાધીશ રવિ કુમાર દિવાકર ફરી એકવાર લાઇમલાઇટમાં છે. આ વખતે મામલો મુઝફ્ફરનગરની ફાસ્ટ ટ્રેક કોર્ટ નંબર 3 સાથે જોડાયેલો છે. લગભગ એક દાયકા જૂના NDPS એક્ટના કેસમાં ચૂકાદો આપતા, ન્યાયાધીશ રવિકુમાર દિવાકરે તેમની કોર્ટમાંથી હત્યાના 97 કેસની ફાઇલો પાછી ખેંચી લેવા અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે.પોતાના ચૂકાદામાં ન્યાયાધીશ દિવાકરે સવાલ કર્યો કે, જ્યારે ન્યાયાધીશનું કામ ન્યાય અપાવવાનું હોય અનેએ જ ન્યાયાધીશ સાથે અન્યાય થાય તો તે ક્યાં જાય? તેમણે એવો પણ પ્રશ્ન કર્યો કે, શું જિલ્લા ન્યાયાધીશના વહીવટી નિયંત્રણ હેઠળ કામ કરતા ન્યાયાધીશ એવા આદેશનું પાલન કરવા માટે બંધાયેલા છે, જેને તેઓ કાયદાની વિરુદ્ધ માને છે?ન્યાયાધીશ રવિ કુમાર દિવાકરે ગુરુવારે લગભગ એક દાયકા જૂના NDPS એક્ટના કેસમાં ચૂકાદો આપ્યો હતો. કોર્ટે પુરાવાના અભાવે આરોપી અશોક ભારતીને નિર્દોષ જાહેર કર્યો હતો. ચૂકાદો આપતા ન્યાયાધીશ દિવાકરે લાંબા સમયથી ચાલતા આ કેસનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે હિન્દી ફિલ્મ ‘દામિની’નો પ્રખ્યાત સંવાદ ‘તારીખ પર તારીખ’નો ઉલ્લેખ કરતા કહ્યું કે સંવાદ ખૂબ પ્રખ્યાત છે પરંતુ ન્યાય નહીં.
આ મામલો તે 97 કેસની ફાઇલો સાથે સંબંધિત છે, જેને તત્કાલીન જિલ્લા ન્યાયાધીશ બિરેન્દ્ર કુમાર સિંહ દ્વારા 18 ઓગસ્ટે પાછી મંગાવવામાં આવી હતી. આજતકના અહેવાલ મુજબ, ન્યાયાધીશ રવિ કુમાર દિવાકરે નવેમ્બર 2025માં મુઝફ્ફરનગરમાં કાર્યભાર સંભાળ્યો હતો. તેમના કાર્યકાળના થોડા જ મહિનાઓમાંતેમની કોર્ટે 11 કેસોમાં 23 દોષિતોને ફાંસીની સજા સંભળાવી હતી. ત્યારબાદ, 18 ઓગસ્ટે તેમની કોર્ટમાંથી હત્યાના 97 કેસની ફાઇલો પાછી લઇ લેવામાં આવી હતી. જોકે, તત્કાલીન જિલ્લા ન્યાયાધીશ બિરેન્દ્ર કુમાર સિંહ હવે સેવાનિવૃત્ત થઈ ચૂક્યા છે. આ સંદર્ભમાં, ગુરુવારે NDPS કેસમાં ચૂકાદામાં ન્યાયાધીશ દિવાકરે કેસની ફાઇલો પાછી મંગાવવાની પ્રક્રિયા અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે.ન્યાયાધીશ રવિ કુમાર દિવાકરે પોતાના ચૂકાદામાં ન્યાયાધીશની ભૂમિકા અને તેમના વહીવટી નિયંત્રણને લઇને પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે ન્યાયાધીશનું કામ ન્યાય આપવાનું છે; પરંતુ, જો એ જ ન્યાયાધીશ સાથે અન્યાય થાય, તો તેઓ ક્યાં જાય? આ ચૂકાદામાં એ પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો હતો કે શું જિલ્લા ન્યાયાધીશના વહીવટી નિયંત્રણ હેઠળ ફરજ બજાવતા ન્યાયાધીશ, જિલ્લા ન્યાયાધીશના એવા આદેશનું પાલન કરવા બંધાયેલા છે જે તેમની નજરમાં કાયદાની વિરુદ્ધ હોય.
ન્યાયાધીશ દિવાકરની આ ટિપ્પણી 97 કેસની ફાઇલો પાછી મંગાવવાની પ્રક્રિયાના સંદર્ભમાં સામે આવી હતી. ચૂકાદામાં ન્યાયાધીશ દિવાકરે કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (CrPC) 1973ની કલમ 409નો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું હતું કે જોકે આ કલમ જિલ્લા ન્યાયાધીશ દ્વારા કોઇ કેસ પાછો મંગાવવાનું પ્રાવધાન છે, જો કે ચૂકાદામાં કલમ 409(2)નો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું કે, જો કોઇ કેસમાં ટ્રાયલ (કેસની સુનાવણી) શરૂ થઈ ગઈ હોય અને મામલો ‘પાર્ટ-હર્ડ’ના તબક્કે હોય, તો તેને રિકોલ કરવા અંગે કાયદાકીય પ્રાવધાન લાગૂ હોય છે. ન્યાયાધીશ દિવાકરે પોતાના ચૂકાદામાં આ કાનૂની સ્થિતિને આધાર બનાવીને તેમની કોર્ટ પાસે કેટલાક કેસની ફાઇલો પાછી મંગાવવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે.ન્યાયાધીશ રવિ કુમાર દિવાકરની નિમણૂકમુઝફ્ફરનગરમાં કરવામાં આવી હતી. તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે અનેક ગંભીર ફોજદારી કેસોમાં ચૂકાદા આપ્યા હતા. અહેવાલો સૂચવે છે કે થોડા જ મહિનાઓમાંતેમની કોર્ટે 11 કેસોમાં કુલ 23 દોષિતોને ફાંસીની સજા સંભળાવી હતી. ત્યારબાદ, તેમની કોર્ટમાંથી હત્યાના 97 પેન્ડિંગ કેસોની ફાઇલો પાછી મંગાવવાનો મામલો સામે આવ્યો હતો. ન્યાયાધીશ દિવાકરની તાજેતરની ટિપ્પણીઓ આ ફાઇલો પાછી મંગાવવાની પ્રક્રિયાને લઇ સામે આવી છે.
