સાઉદી અરેબિયાની હુતીઝના હુમલાઓથી હાલત ખરાબ; પાકિસ્તાન છોડો અમેરિકા-ઈઝરાયલ મદદે ના આવ્યા, ચીનની મદદથી ઈરાનનો સંપર્ક કરાયો..

Spread the love

સાઉદી અરેબિયા હાલ હુતીઝનાં હુમલાઓને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. અગાઉ ઈરાન સાથે અમેરિકાના યુદ્ધમાં પ્રારંભિક સ્તરે ટ્રમ્પને સાથ આપ્યા બાદ પછીના તબક્કાઓમાં સાઉદીએ એ યુદ્ધમાંથી પીછેહટ કરી હતી. જેના કારણે ઈરાને તેમની પર હુમલાની સંખ્યામાં ઘટાડો કર્યો અને પછી લગભગ બંધ કર્યું હતું. જોકે, આ દરમિયાન કરેલ એક ભૂલને કારણે સાઉદી અને હુતીઝ વચ્ચે ચાલી રહેલ યુદ્ધવિરામનો ભંગ થયો અને બંને વચ્ચેનું સૈન્ય ઘર્ષણ ફરી નવા સ્તરે પહોંચ્યું હતું.જોકે, હુતીઝ સાથેની લડાઈમાં સાઉદી અરબની મદદે કોઈ ના આવતા તેણે ચીન પાસે મદદ માગી છે.

પાકિસ્તાન સાથેનું ‘મક્કા પેક્ટ’ કામ ના આવ્યું, અમેરિકા-ઈઝારયલે પણ ના પાડીસાઉદી અરેબિયા એ તાજેતરમાં જ તુર્કિયે અને પાકિસ્તાન સાથે મળીને ‘મક્કા પેક્ટ’ તરીકે ડિફેન્સ કરાર કર્યા હતા. જેમાં કોઈ એક દેશ પરનાં હુમલાને અન્ય બે દેશો પર હુમલો મનાશે તેવો ઉલ્લેખ પણ કરાયો હતો. જોકે, હુતીઝના વધી રહેલા હુમલાઓ અને સાઉદીને પડેલા કરોડોના ફટકા બાદ પણ પાકિસ્તાન કે તુર્કિયે સાઉદી અરબની મદદે આગળ આવ્યા નથી. આ દરમિયાન સાઉદી અરબના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને 2 વખત ટ્રમ્પને ફોન કરી મદદ માગી હતી. જોકે, રિપોર્ટ્સ અનુસાર ટ્રમ્પે હુતીઝ સાથે સિક્રેટ ડિલ કરી પોતાના જહાજો બચાવી લીધા અને સામે સાઉદીને મદદ ના કરવાનો કરાર કર્યો છે. જ્યારે ઈઝરાયલે પણ સાઉદીની મદદ માટે જવાબ આપ્યો નહીં.

અમેરિકાએ તરછોડતા સાઉદીએ ચીનની મદદ માગીઆ દરમિયાન અમેરિકાના જવાબથી નિરાશા મળ્યા બાદ મોહમ્મદ બિન સલમાને ચીન પાસે આ મામલે મદદ કરવા અને હસ્તક્ષેપ કરવા માગ કરી છે. ચીન તરફથી સાઉદીને આ મામલે સકારાત્મક જવાબ મળ્યો હોવાનું મનાય છે. આ જ કારણે ચીને ઈરાનનો સંપર્ક કર્યો હતો. હુતીઝને ઈરાનનું સમર્થન મળી રહ્યું છે. તેમને હથિયાર સહિતની મદદ પણ ઈરાન થકી જ પહોંચી રહી હોવાનું મનાય છે. એવામાં ચીને હુતીઝને નિયંત્રિત કરવા અને હુમલા તથા તણાવ ઘટાડવા મનાવવા ઈરાનને અપીલ કરી છે. ઈરાને આ મામલો વિચારણા હેઠળ લેવાની વાત કરવામાં આવી છે, પરંતુ સાઉદીને સંપૂર્ણ મુક્તિ મળશે તેવી કોઈ ખાતરી આપી નથી. આ સાથે જ ઈરાને પહેલા અમેરિકા સાથેના યુદ્ધના અંત થકી ક્ષેત્રમાં તણાવ ઘટવાની વાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *