સોલારપ્લાન્ટમાં વાહન મૂકવાના બહાને સૌથી મોટી પોન્ઝીસ્કીમનો ભોગ બન્યા 100 થી વધુ વાહનચાલકો

Spread the love

સુરેન્દ્રનગર જિલ્લામાં છેતરપીડી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની છેતરપિંડી કરનાર ટોળકી દ્વારા ગુજરાત રાજ્યના પાંચ જિલ્લાઓમાંથી વાહન ચાલકોના વાહનો ઉઘરાવી અને બારોબાર વેચાણ અને ગીરવે મૂકી દેવામાં આવ્યા હોવાનો ધડાકો થયો છે.

 

ત્યારે આ મુદ્દે ભોગ બનનાર લોકો સુરેન્દ્રનગર એસપી કચેરી ખાતે એકત્રિત થઈ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ ને રજૂઆત કરવામાં આવી છે અને આ અંગે યોગ્ય ન્યાયિત તપાસ કરવામાં આવે અને આ ટુકડી સામે ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવે તેવી ભોગ બનનાર વાહન ચાલકો દ્વારા માંગ કરવામાં આવી છે.ગુજરાત રાજ્યના મહીસાગર પંચમહાલ દાહોદ ગોધરા ખેડા નડિયાદ અને સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ વાહન ચાલકોના સંપર્ક કરી અને અરજણભાઈ જોગરાણા ચતુરભાઈ સારદિયા કિરણભાઈ ડાભી અને અજીમભાઈ ગનીભાઈ દ્વારા વાહન ચાલકોને ફોસલાવી અને તેમના વાહનો સોલાર કંપનીમાં ભાડે મૂકવાના છે તેમ કહી અને તેમની પાસેથી લઈ લેવામાં આવ્યા હતા.

 

જ્યારે વાહનો લેવામાં આવ્યા ત્યારે પ્રથમ મહિને પૂરતું ભાડું ચૂકવવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ છેલ્લા છ મહિનાથી કોઈપણ પ્રકારનું ભાડું પણ ચૂકવવામાં આવ્યું નથી અને વાહનો પણ પરત આપવામાં આવતા નથી અને વાહનો ક્યાં છે તેની વિગતો પણ આ ટોળકી દ્વારા આપવામાં આવતી નથી.

 

ત્યારે જે વાહનોમાં જીપીએસ સિસ્ટમ ફીટ કરવામાં આવી હતી તેના આધારે વાહન ચાલકો જ્યાં વાહનો પડ્યા હતા ત્યાં પહોંચ્યા હતા ત્યારે એવું જાણવા મળ્યું કે આ તમામ વાહનો ગીરવે મૂકી દેવામાં આવ્યા છે અને જો તમારે વાહનો જોતા હોય તો પહેલા તેની રકમ આપવી પડશે તો જ વાહનો પરત મળશે ત્યારે આ સાંભળી અને વાહન ચાલકો ચોકી ઉઠ્યા હતા.

 

અને ત્યારબાદ હવે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવાળા નો સંપર્ક કરવામાં આવ્યો હતો તેવા ટ્રક જે.સી.બી મશીન ડમ્પર લોડર મશીન કાર અને ટ્રેક્ટર સહિત વાહનો લઇ અને અલગ અલગ 100 થી વધુ વાહનો પડાવી લેવામાં આવ્યા હોવાનો પ્રાથમિક તબક્કામાં સામે આવ્યું છે.

 

ત્યારે ભાડાના નામે વાહન ચાલકોને ફોસલાવી અને તેમની પાસેથી માલિકીના વાહનો લઇ અને ગીરવે મૂકી દેવામાં આવ્યા હોવાનું સામે આવતા જિલ્લા પોલીસવડા દ્વારા તાત્કાલિક ધોરણે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.

 

આ સંદર્ભે પ્રથમ તબક્કામાં અરજણભાઈ જોગરાણાની ધરપકડ કરવામાં આવી છે અને આ સંદર્ભે તેની પૂછપરછ પણ કરવામાં આવી છે હાલના તબક્કામાં ચતુરભાઈ કાળાભાઈ સારદિયા કિરણ ડાભી અને અજીમભાઈ ગનીભાઈ ફરાર છે તેની પણ શોધ ખોળ હાથ ધરવામાં આવી છે.

 

હાલ આ બનાવની તપાસ ચાલી રહી છે ડી. આર.બારૈયા મુળી પોલીસ મથક પી.આઈ

મૂડી પોલીસ મથક ના પી.આઈ.ડી.આર બારૈયા સાથે વાત કરવામાં આવતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલ આ મુદ્દે તપાસ ચાલી રહી છે અરજણભાઈ નામના સામને અરજીના આધારે પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો છે.

 

તેની પૂછપરછ ચાલી રહી છે કેટલા વાહનો પડાવામાં આવ્યા છે અને કેટલા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે તે દિશામાં હાલ તપાસ ચાલી રહી છે અને પૂછપરછ શરૂ કરવામાં આવી છે પૂછપરછ ના અંતે સમગ્ર બાબત સામે આવશે ત્યારબાદ ગુનો દાખલ કરવામાં આવશે તેવું પણ મુળી પીઆઇ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *