GJ-18 ખાતે પ્રાઇવેટ સ્કુલ ડીલીટ, સરકારી સ્કુલ સિલેક્ટ

Spread the love

કોરોના વાયરસની સૌથી વધુ અસર શિક્ષણક્ષેત્રે પડી છે. ગુજરાત સરકાર બોર્ડની પરીક્ષા પણ લઇ શક્યું નથી ત્યારે છેલ્લા લગભગ બે વર્ષથી તમામ ધોરણના કલાસ ઓનલાઇન ચાલી રહ્યાં છે. હાલ બીજી લહેર લગભગ પુર્ણ થઇ ગઇ છે ત્યારે સરકાર તબક્કાવાર વિવિધ ધોરણના વર્ગખંડો ખોલી રહી છે પરંતુ હજુ પણ વાલીઓને ત્રીજી લહેરનો ડર છે જેના કારણે ઓફ લાઇન શિક્ષણમાં જુજ હાજરી જાેવા મળી રહી છે. કોરોના અને કોરાના બાદની મોંઘવારીના કારણે સામાન્ય પરિવાર ઘર ચલાવવા પુરતું પણ કમાઇ શકતો નથી ત્યારે ઓનલાઇન એજ્યુકેશન માટે ખાનગી સ્કુલમાં બાળકોની ફી ભરવા તેના માટે મશઅકેલ છે. જેના કારણે આવા વાલીઓએ પોતાના બાળકને ખાનગી સ્કુલમાંથી સરકારી સ્કુલમાં દાખલ કરી દીધા છે. તો બીજી બાજુ સરકારી સ્કુલ દ્વારા પણ જે તે શેરી શિક્ષણ ભણાવવામાં આવે છે તેનાથી પણ વાલીઓ પ્રભાવિત થયા છે.ખાનગી સ્કુલમાંથી સરકારી સ્કુલમાં એડમીશન અંગે ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચનાબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે એક હજારથી વધુ બાળકો ખાનગી સ્કુલમાંથી સરકારી સ્કુલમાં આવ્યા હતાં. ત્યારે આ વર્ષે અત્યાર સુધી ગાંધીનગર જિલ્લામાં કુલ ૧,૩૫૯ વિદ્યાર્થીઓને તેમના વાલીએ ખાનગી સ્કૂલોમાંથી ઉઠાવીને એટલે કે, ફી વસુલતી ર્સ્વનિભર સ્કૂલમાંથી એડમીશન રદ કરાવીને સરકારી પ્રાથમિક શાળામાં તેની ઉંમરના હિસાબે વિવિધ ધોરણમાં પ્રવેશ અપાવ્યો છે.જેમાં ગાંધીનગર તાલુકામાં સૌથી વધુ ૪૨૧ વિદ્યાર્થીઓના વાલીઓએ પોતાના બાળકને ખાનગી સ્કૂલ છોડીને સરકારી સ્કૂલમાં ભણવાનું મુનાસીબ સમજ્યું છે જ્યારે દહેગામ તાલુકામાં ૨૯૨ વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલમાંથી લીવીંગ સર્ટીફીકેટ મેળવી લઇને સરકારી સ્કૂલમાં દાખલ થયા છે. આવી જ રીતે કલોલમાં ૨૪૨જ્યારે માણસામાં ૪૦૪ વિદ્યાર્થીઓનું એડમીશન સરકારી શાળાઓમાં કરવામાં આવ્યું છે.એટલુ જ નહીં, હજુ સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીના એડમીશન હજુ વધશે તેવું પણ પ્રાથમિક શિક્ષણાધિકારીનું માનવું છે .ગાંધીનગર શાસનાધિકારી કિરણબેન પટેલે જણાવ્યું હતું કે ગાંધીનગર શહેરી વિસ્તારની ૩૧ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં હાલ જાણે પ્રવેશોત્સવ ચાલી રહ્યો હોય તેવી રીતે દરરોજ બાળકોના એડમીશન વધી રહ્યાં છે. ગાંધીનગર શહેરી વિસ્તારમાં ૫૦૦થી પણ વધારે વિદ્યાર્થીઓ ખાનગી સ્કુલમાંથી સરકારી સ્કુલમાં દાખલ થયાં છે. ખાનગી સ્કુલમાંથી સરકારી સ્કુલમાં બાળકોના પ્રવેશ બાબતે તેમણે જણાવ્યું હતું કે, સરકારની શેરી શિક્ષણ યોજના ખુબ જ અસરકારક છે. જેમાં સરકારી શિક્ષકો શેરીમાં જઇને બાળકોને શિક્ષણની પ્રવૃત્તિ કરાવે છે. ખાનગી સ્કુલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓએ પણ આ શિક્ષણ નિતી જાેઇ છે અને આ શેરી શિક્ષણથી તેઓ પ્રભાવિત થયા છે જેથી સરકારી સ્કુલમાં એડમીશન વધ્યું છે.
શિક્ષણનીતિ બદલાઇ છે ત્યારે કોરોના ઇફેક્ટને પગલે ખાનગી સ્કૂલમાંથી સરકારી શાળામાં એડમીશન મેળવવાની જે અવળી ગંગા નિકળી રહી છે તે અંગે વાલીઓ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે,કોરોના અને તેના બાદની મોંઘવારી કારણે ધંધા ચાલતા નથી, નિયમીત આવક રહી નથી ત્યારે ઘરનું ગુજરાન કરવું ખુબ જ કઠીન છે આવી સ્થિતિમાં બે કે તેથી વધુ બાળકો હોય તેવા મધ્યમવર્ગના વાલીઓને સ્કૂલોની ફી પોષાય તેમ જ નથી તો બીજીબાજુ સરકારી શાળાઓમાં મફત શિક્ષણની સાથે સાથે અન્ય આર્થિક તથા સામાજિક લાભો પણ વિદ્યાર્થીને તેમજ તેના પરિવારને મળે છે જેનાથી પણ આ વિદ્યાર્થીના વાલીઓ સરકારી શાળા તરફ આકર્ષાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com