રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયે એક એવો નિર્ણય કર્યો છે જેના કારણે સમગ્ર રાજકોટ રેન્જમાં પોલીસ વિભાગમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. રાજકોટ રેન્જ હેઠળ આવતા તમામ જિલ્લાના પોલીસ વડાઓ પાસેથી ડી સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી-કર્મચારીઓ અંગે વિગતવાર માહિતી મંગાવવામાં આવી છે. ખાસ કરીને પોલીસકર્મીઓના સગા-સંબંધીઓમાં કોઈ ગુનેગાર, હિસ્ટ્રીશીટર કે બુટલેગર છે કે નહીં તેની પણ સ્પષ્ટ વિગતો માંગવામાં આવી છે.રાજકોટ રેન્જ IG દ્વારા તમામ પોલીસ વડાઓને ડી સ્ટાફમાં ફરજ બજાવતા અધિકારી અને કર્મચારીઓનો વિગતવાર રિપોર્ટ તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. આ રિપોર્ટમાં પોલીસકર્મીનું નામ, તેમનું મૂળ વતન, હાલનું સરનામું અને તેઓ કેટલા સમયથી ડી સ્ટાફમાં ફરજ બજાવી રહ્યા છે સહિતની વિગતો સામેલ કરવાની રહેશે.
સગા-સંબંધીઓ અંગે પણ માહિતી માંગવામાં આવી
રિપોર્ટમાં સૌથી મહત્વની વિગતો પોલીસકર્મીઓના સગા-સંબંધીઓ અંગે માંગવામાં આવી છે. પોલીસકર્મીના કોઈ સગા-સંબંધીઓ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે કે નહીં, તેઓ હિસ્ટ્રીશીટર અથવા બુટલેગર છે કે નહીં તેની માહિતી આપવાની રહેશે. જો કોઈ સંબંધિ ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતો હોય તો તેનું નામ અને પોલીસકર્મી સાથેનો સંબંધ પણ દર્શાવવાનો રહેશે.
7 મુદ્દાની માહિતી તૈયાર કરવાનો આદેશ
ડી સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી-કર્મચારીઓ અંગે કુલ સાત મુદ્દા આધારિત માહિતી તૈયાર કરીને રેન્જ IGને મોકલવા માટે સૂચના આપવામાં આવી છે. આ માહિતીના આધારે ડી સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓની કામગીરી અને તેમની પૃષ્ઠભૂમિ અંગે વધુ તપાસ કરવામાં આવી શકે છે.
ડી સ્ટાફની કાર્યપદ્ધતિમાં ફેરફારના સંકેત
આ રિપોર્ટ મળ્યા બાદ પોલીસ વિભાગ દ્વારા ડી સ્ટાફની કામગીરી અંગે જરૂરી નિર્ણય લેવામાં આવી શકે છે. સ્વચ્છ છબી અને યોગ્ય પૃષ્ઠભૂમિ ધરાવતા પોલીસ અધિકારી-કર્મચારીઓને મહત્વની જવાબદારી સોંપવા તેમજ ડી સ્ટાફની કામગીરીને વધુ જવાબદારીપૂર્વક અને અસરકારક બનાવવાના પગલાં લેવામાં આવી શકે છે.
પોલીસકર્મીઓની કામગીરી પર પણ રહેશે નજર
રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની કાર્યશૈલીમાં પોલીસ કર્મચારીઓની જવાબદારી અને કાયદાનું પાલન મહત્વનું માનવામાં આવે છે. પોલીસ વિભાગમાં ફરજ દરમિયાન કાયદા વિરુદ્ધ કામગીરી સામે કાર્યવાહી કરવામાં આવી હોવાના અગાઉના બનાવો પણ સામે આવ્યા છે. ત્યારે ડી સ્ટાફ અંગે માંગવામાં આવેલા આ વિગતવાર રિપોર્ટને આગામી દિવસોમાં રેન્જ હેઠળના જિલ્લાઓમાં પોલીસ કામગીરીને વધુ વ્યવસ્થિત બનાવવા માટેના મહત્વના પગલા તરીકે જોવામાં આવી રહ્યો
