એસ.ટી.નાં ખાનગીકરણ સામે ફરી લડતનો ધોકો પછાડતુ મઝદુર સંઘ

Spread the love

રાજકોટ તા.23 ગુજરાત રાજય એસ.ટી. નિગમનાં ખાનગીકરણ પ્રશ્ને ફરી એકવાર ભારતીય મઝદુર સંઘે ફરી આકરા સવાલો સાથે લડતનો ધોકો સરકાર સામે પછાડયો છે અને જણાવેલ છે કે- ગુજરાતની જીવા દોરી સમાન ગુજરાત એસટી નિગમ નું ખાનગીકરણ કરવાની પ્રક્રિયા એ ફક્ત નિર્ણય નથી પણ ગુજરાતની 6.5 કરોડ મુસાફર જનતા અને 42 ,000 કર્મચારી પરિવારોના ભવિષ્ય પર ઘા છે.મુસાફર જનતા માટે ચિંતા નો વિષય છે કારણ કે ભાડું બેફામ વધશે આજે 20 રૂપિયામાં ગામડે જતો માણસ કાલે ખાનગી એજન્સીઓ મારફતે ભાડામાં બેફામ વધારો થશે. ગામડા વંચિત રહેશે, ખાનગી માલિક નફા વાળા રૂટ પર જ ગાડીઓ ચલાવશે છેવાડાના ગામડાના રૂટ જ્યાં નફો નથી ત્યાં બસ બંધ થઈ જશે ,ગરીબ વિદ્યાર્થીઓ અને ખેડૂતો ક્યાં જશે?.

 

પેસેન્જરની સુરક્ષાનો અભાવ, એસટી.ના અનુભવી ડ્રાઇવરો ની સમયસુચકતા , અને સુરક્ષાનો ધોરણ ખાનગી ઓપરેટર નહીં જાળવી શકે. ખાનગી ઓપરેટરો સારા અને પાકા રોડ ઉપર જ ગાડીઓ ચલાવશે , અંતરિયાળ ગામડાઓની બસ સેવા બંધ થશે, બસનો કોઈ સમય નક્કી નહીં રહે, હાલમાં જે રીતે ખાનગી જીપો લક્ઝરીઓ અને રીક્ષાઓ ફરે છે તે રીતે મુસાફરો મળશે તો આવશે અને અકસ્માતમાં વઘારો થસે,અને મુસાફરો ની જાન નું પણ જોખમ રહેશે, વાર તહેવાર, લગ્નની સિઝન, માં જ્યાં વાહનોના ન મળતા ભાડા ડબલ કરી પ્રજાને લુટવામાં આવશે. રોડ રસ્તામાં બ્રેક ડાઉન થાય તો અન્ય કોઈ સુવિધા નહીંમળે, અકસ્માત થાય તો કોઈ વળતર નહીં.

 

એસટીની સેવા કે જન સેવા છે. જનસેવા કોઈ ધંધો નથી, પ્રાઇવેટ ઓપરેટરોને આ ધંધો સોંપી કોમર્શિયલ પદ્ધતિ અપનાવી આ સંસ્થાની વર્ષો જુની નામનાં લોકો નો વિસવાસ નો સરકાર દુર ઉપયોગ કરી ખીસા ખાનઞી કંપની ના ભરવા માટે છે. અંતરીયાળ વિસ્તારમાં જતી એસ.ટી.સેવા બંધ થશે.

 

રાજ્યની મુસાફર જનતા જાગે 6.5 કરોડ પ્રજાની જીવા દોરી સમાન એસટી નિગમનું ખાનગીકરણ અટકાવવું ખૂબ જ જરૂરી છે. જેના માટે સૌનો દ્રઢ સહકારની અપેક્ષા છે. વર્તમાન સરકારના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર અને એસટીના ઉપલા અધિકારીઓ ની સાઠ ગાઠથી , યુનિયનને ધાક ધમકી થી આ કામ કરાવા, ખાનગીકરણ કરવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.

 

એસટી કર્મચારી માટે ભવિષ્ય અંધકાર મય અને લાલ લાઈટ સમાન છે. આ માટે એસ.ટી. કર્મચારી સંગઠનો એ પણ વિચારવાનો સમય આવી રહ્યો છે,

એસટી એ સેવા છે ધંધો નથી. નફા નુકસાન ના ત્રાજવે ગરીબો ની મુસાફરી ના સેવાકીય એકમો ને સરકાર વેંચી રહી છે. તો અમે સરકારને ચેતવીએ છીએ કે આ ખાનગીકરણની પ્રક્રિયા તાત્કાલિક અટકાવશો નહીં , તો સમગ્ર ગુજરાતની પ્રજા અને એસટી ના કર્મચારીઓ આ અંગે આવતી ચૂંટણીમાં આ સરકારને રાહ બતાવશે.

આ સરકાર ખાનગી એજન્સીને વચ્ચે લાવીને સરકાર શું કરવા માંગે છે, કમિશન બાજી નો ધંધો એક કર્મચારી દીઠ દર મહિને 3000 , 4000 રૂપિયા એજન્સી કમિશન ખાસે 2,000 કર્મચારી એટલે મહિને 10 કરોડ રૂપિયા સીધા ખાનગી એજન્સીના ખિસ્સામાં જશે, આ પૈસા પ્રજાના પ રસેવાના છે, આ માટે પણ સરકારે વિચાર કરવો જોઈએ.

 

આ બાબતે અમે ભારતીય મજદૂર સંઘ સરકારને ચેતવણી આપીએ છીએ કે સંધી કાયમી અને નિગમની પોતાની ભરતી કરો, વર્ષોથી ફરજ બજાવતા બદલી કામદાર ફિક્સ પગાર અને પાર્ટ ટાઇમ કામદારોને પહેલા ન્યાય આપો, તેને કાયમી કરો. ખાનગી એજન્સીની પ્રથા રદ કરો ,આવા તધલગી નિર્ણયને ગુજરાતની પ્રજા આ નિર્ણયને ક્યારેય સાખી લેશે નહીં, તેનો જવાબ આવતી ચૂંટણીમાં ગુજરાતની પબ્લિક” મત” દ્વારા આ સરકારને આપશે, એટલે અને અમે આ અંગે સરકારને ચેતવણી આપીએ છીએ કે કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરો કાયમી ભરતી ચાલુ કરો અને ગામડા અને શહેરને જોડતું આ સેવાકીય એકમ ને વેચનારાઓને આ ગુજરાતની પ્રજા ઓળખી લેશે.

 

ગુજરાતની રાજ્યની મુસાફર જનતા જોઞ

હાલમાં નિગમમાં ટ્રાવેલ્સ એજન્સીઓ મારફતે 250 થી વધુ ખાનગી વોલ્વો નું સંચાલન થઈ રહ્યું છે આ ખાનગી પેઢી એસટી પાસેથી દર માસે કરોડો રૂપિયાનું બિલ મેળવે છે અને સરકાર કહે છે કે એસટી ખોટ કરે છે?

 

તો ફરીથી આ સરકારને ભારતીય મજદૂર સંઘ ચેતવણી આપે છે કે આ જનસેવા કોઈ ધંધો નથી ફક્ત નફાખોરી માટે નહીં , ચાલે આપનો નિર્ણય ત્વરિત બદલશો નહિતર આ જનજાગૃતિ અંગે આવતા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં નિગમ બચાવો ના નારા સાથે જન ભાગીદારથી આંદોલનમાં પ્રજાજનોને સાથે જોડી અને એક આખાએ ગુજરાતમાં અભિયાન છેડવામાં આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *