વીજ ચોરીનો દાવો અદાલતમાં ફગાવાયો! પીજીવીસીએલને રૂ.70,915ની વસૂલાતમાં ઝટકો

Spread the love

ઉનાના સિનિયર વકીલ ભરત બી. સોલંકીના માર્ગદર્શન હેઠળ યુવા ધારાશાસ્ત્રી રવિ આર. સોલંકીની દલીલોને સફળતા

 

ગીર ગઢડા તાલુકાના ઝૂંડવડલી ગામના એકશ્રમિકસામે કથિત વીજચોરીનામામલે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (ઙૠટઈક) દ્વારા દાખલ કરવામાં આવેલો રૂ. 70,915.12ની વસૂલાતનો દીવાની દાવો ગીર ગઢડાની પ્રિન્સિપલ સિવિલ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવ્યો છે.ઉનાના જાણીતા સિનિયર ધારાશાસ્ત્રી ભરત બી. સોલંકીના માર્ગદર્શન હેઠળ યુવા એડવોકેટ રવિ આર. સોલંકીએ પ્રતિવાદી તરફે રજૂ કરેલી દલીલો અને દસ્તાવેજી પુરાવાઓને પગલે આ ચુકાદો આવ્યો હોવાનું અખબારી યાદીમાં જણાવાયું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, પીજીવીસીએલના ગીર ગઢડા સબ-ડિવિઝન દ્વારા ઝૂંડવડલી ગામના રહેવાસી નરેશકુમાર જેઠાભાઈ સાવ વિરુદ્ધ રેગ્યુલર સિવિલ સ્યુટ નં. 46/ 2025 દાખલ કરવામાં આવ્યો હતો. વીજ કંપનીના આક્ષેપ મુજબ, 5 નવેમ્બર, 2024ના રોજ વીજ ચેકિંગ દરમિયાન પ્રતિવાદી વીજ પોલ પરથી સીધો વાયર જોડી બિનઅધિકૃત રીતે વીજળીનો ઉપયોગ કરતા હોવાનું જણાયું હતું. આ કાર્યવાહી અંતર્ગત કંપની દ્વારા રૂ. 63,484.79નું પૂરક બિલ ફટકારવામાં આવ્યું હતું. ત્યારબાદ વાર્ષિક 24 ટકા વ્યાજ સહિત કુલ રૂ. 70,915.12ની રકમ વસૂલવા અદાલતમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો. પ્રતિવાદી તરફે ઉનાના સિનિયર એડવોકેટ ભરત બી. સોલંકીના માર્ગદર્શન હેઠળ યુવા ધારાશાસ્ત્રી રવિ આર. સોલંકીએ કેસની પેરવી કરી હતી. અદાલતમાં વીજ કંપનીના સાહેદોની ઉલટતપાસ દરમિયાન તપાસની પ્રક્રિયા અને રજૂ કરાયેલા પુરાવાઓ અંગે અનેક મુદ્દા ઓ ઉપસ્થિત કરવામાં આવ્યા હતા. બચાવ પક્ષ દ્વારા રજૂ કરાયેલી દલીલો મુજબ, સ્થળ રોજકામ વખતે કોઈ સ્વતંત્ર પંચ સાક્ષીની સહી લેવામાં આવી નહોતી. કથિત વીજ ચોરીનાસ્થળનાફોટોગ્રાફ્સ કે વિડિયોગ્રાફી પણ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા નહોતા. આ ઉપરાંત, જે સ્થળે વીજ ચોરી થઈ હોવાનો આક્ષેપ હતો તે સ્થળે પ્રતિવાદીની માલિકીનું મકાન હોવાનો પુરાવો પણ વીજ કંપની રજૂ કરી શકી નહોતી. બચાવ પક્ષે ગ્રામ પંચાયતના આધાર-પુરાવાઓ રજૂ કરી એવી રજૂઆત કરી હતી કે પ્રતિવાદી પોતાના ભાઈના મકાનમાં ભાડેથી રહે છે અને ત્યાં અગાઉથી મીટર સાથેનું કાયદેસર વીજ જોડાણ ઉપલબ્ધ છે. આમ, વીજ કંપનીના આક્ષેપો સામે બચાવ પક્ષે દસ્તાવેજી પુરાવા અને કાનૂની દલીલો રજૂ કરી હતી. બંને પક્ષોની દલીલો અને રજૂ કરાયેલા પુરાવાઓને ધ્યાનમાં લઈ ગીર ગઢડાના પ્રિન્સિપલ સિવિલ જજ જયવીરસિંહ રાઠોડે કેસનો ચુકાદો આપ્યો હતો.અદાલતે નોંધ્યું હતું કે વીજ કંપની પ્રતિવાદી સામે વીજ ચોરી અથવા ગેરકાયદે વીજ વપરાશ સાબિત કરવામાં નિષ્ફળ રહી છે. પરિણામે, પીજીવીસીએલ દ્વારા દાખલ કરવામાં આવેલો રૂ. 70,915.12ની વસૂલાતનો દીવાની દાવો સંપૂર્ણપણે નામંજૂર કરવામાં આવ્યો હતો. આ ચુકાદા સાથે ઝૂંડવડલી ગામના શ્રમિક સામે કરવામાં આવેલી વસૂલાતની કાર્યવાહીનો દીવાની દાવા પૂરતો અંત આવ્યો છે. ઉનાના સિનિયર એડવોકેટ ભરત બી. સોલંકીના માર્ગદર્શન હેઠળ યુવા ધારાશાસ્ત્રી રવિ આર. સોલંકીએ કરેલી પેરવીને આ કેસમાં સફળતા મળી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *