હુમલો થાય તો ત્રણ દેશોની સેના એક સાથે જવાબ આપશે : રિયાધમાં મકકા પેકટ એકશન પ્લાન તૈયાર

Spread the love

ઈસ્લામાબાદ (પાકિસ્તાન) તા.26 કેટલાક દિવસો પહેલા હુતીઓ દ્વારા સાઉદી અરબમાં મકકા પાસે હુમલો કરવાના બનાવ બાદ રિયાધમાં `મકકા પેકટ’ને લઈને ત્રણ દેશોના સૈન્ય વડાઓની મહત્વની બેઠક મળી હતી.

 

ઈસ્લામાબાદ, રિયાધ અને અંકારાના સૈન્ય નેતા સમુદ્રી વ્યાપારના મહત્વના રસ્તા અને ક્ષેત્રીય હવાઈ ક્ષેત્રને સ્થિર કરવા માટે સંયુક્ત રક્ષા સહયોગ, મિલીટરી વચ્ચે પરસ્પર તાલમેલ અને રણનીતિક તૈનાતીનું આકલન કરી રહ્યા છે.સ્થાયી મિલીટ્રી કમીટીઓની રચનાથી ઝડપથી કાર્યવાહી કરવાની ક્ષમતા મજબૂત થવાની આશા છે.

 

બેઠકનો ઉદેશ `મકકા સંયુક્ત રક્ષા સમજુતી’ માટે સંસ્થાગત માળખુ તૈયાર કરવાનું છે. પાકિસ્તાનના ચીફ ઓફ ડિફેન્સ ફોર્સીઝ મુનીરની આગેવાનીમાં મળનારી આ ત્રિપક્ષીય બેઠકમાં સાઉદી અરબ, તુર્કીના સમકક્ષ પણ સામેલ છે.

 

રિયાધમાં તુર્કીના જનરલ સ્ટાફ પ્રમુખ જનરલ સેલ્ચુક બાયરાકતારોગ્લુએ સાઉદી અરબના જનરલ સ્ટાફ પ્રમુખ જનરલ ફૈયાદ બિન હામેદ અલ-રુપૈલી અને પાકિસ્તાનના સેના પ્રમુખ મુનીર સાથે મુલાકાત કરી.

 

આ દરમિયાન અધિકારીઓએ મકકા અને સાઉદી અરબના સામાન્ય નાગરિકો અને આર્થિક પાયાના માળખાને નિશાન બનાવનાર યમનના ઈરાન સમર્થિત હુતી વિદ્રોહીના હુમલાની નિંદા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *