પાકિસ્તાની વડાપ્રધાનના નિવેદન બાદ ભારત એલર્ટ: ઉત્તર કાશ્મીરમાં સેના પ્રમુખની સમીક્ષા બેઠક અને કડક આદેશો

Spread the love

ભારત દ્વારા સિંધુ જળ સંધિ (Indus Waters Treaty) ને સ્થગિત કરવાની ધમકી અને ત્યારબાદ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફના આક્રમક નિવેદનો બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય અને કૂટનીતિક તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. સરહદ પર વધતી જતી આ હલચલ અને ઉદ્ભવેલી સ્થિતિ વચ્ચે ભારતીય સેના પ્રમુખ જનરલ ધીરજ સેઠે ઉત્તરી અને મધ્ય કાશ્મીરના અત્યંત સંવેદનશીલ આગળના વિસ્તારોની તાકીદની મુલાકાત લીધી છે.ઠીક એક દિવસ પહેલા જ્યાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે દુનિયાની સામે પોતાની જૂની આદત અનુસાર મદદના નામ પર હાઈટેક ભીખ માગી હતી, વળી તેના બીજા જ દિવસે એટલે કે આજે જયશંકરે મંચ સંભાળતા જ આતંકવાદ ફંડિંગ રોકવા અને આતંકીઓને આશરો આપનારા દેશોને સબક શિખવાડવાની કડક ચેતવણી આપી દીધી.

 

જયશંકે પોતાની સ્પીચમાં જણાવ્યું કે પાકિસ્તાન કઈ રીતે ગ્લોબલ આતંકવાદ ફેલાવી રહ્યું છે. દુનિયાના દરેક ખૂણામાં થયેલી આતંકવાદી ઘટનાઓ કોઈને કોઈ રીતે પાકિસ્તાન સાથે જોડાયેલી હોય છે.

 

શહબાઝ શરીફનો નવો પેંતરો અને ક્લાઈમેટ ચેન્જનો ડ્રામા

 

સંયુક્ત રાષ્ટ્રમાં ભાષણ આપવા આવેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે આ વખતે દુનિયા પાસેથી પૈસા પડાવવા માટે એક નવો અને હાઈટેક પ્લાન બનાવ્યો. તેમણે પોતાની નિષ્ફળ આર્થિક નીતિઓ અને દેવાના બોજને છુપાવવા માટે જળવાયુ પરિવર્તનનો સહારો લીધો. શહબાઝ શરીફે કહ્યું કે, પાકિસ્તાન દુનિયામાં ખાલી 1 ટકા પ્રદૂષણ પણ નથી ફેલાવતું, પણ છતાં તેને પર્યાવરણમાં આવી રહેલા બદલાવનું સૌથી મોટું નુકસાન વેઠવું પડે છે. તેમણે વિકસિત દેશો પાસેથી કોઈ દયા કે મદદ માગવાની જગ્યાએ અધિકાર અને હક સાથે પૈસાની માગ કરી.

 

કાલે આતંકવાદના માસ્ટરમાઈન્ડે ખોટું બોલ્યા

 

પાકિસ્તાનના આ નકલી ડ્રામા અને જૂઠા નિવેદનોના જવાબ આપવામાં ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે જરાં પણ મોડું ન કર્યું. યૂએનના પોડિયમ પર આવતા જ જયશંકરે શહબાઝ શરીફનું નામ લીધા વિના તેમની આખી પોલ ખોલી નાખી. જયશંકરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, કાલે આતંકવાદના એક ધારાવાહિક અભ્યાસીએ આ મહાસભા સામે તથ્યોને ખોટી રીતે રજૂ કર્યા. આતંકવાદને સામાન્ય ગણાવતા અને તેના ગંભીર પરિણામોથી બચવા માટે અલગ અલગ કુતર્ક આપ્યા.

 

જયશંકરે ખૂબ જ કડક અંદાજમાં દુનિયાને ચેતવતા કહ્યું કે, પાકિસ્તાનનો આ નવો પેંતરો હવે વધારે નહીં ચાલે. આતંકવાદને પ્રોત્સાહન આપનારા અને તેનો શિકાર થનારા દેશોને ક્યારેય એક નજરે જોઈ શકાય નહીં. તેમણે સ્પષ્ટ કરી દીધું કે, ભારત વિરુદ્ધ રચવામાં આવતા દરેક આતંકવાદી કાવતરાનો કડક જવાબ આપવામાં આવશે.

 

આતંકવાદ ફેલાવનારાઓનું ફંડિંગ રોકો

 

પોતાના સંબોધનમાં વિદેશ મંત્રીએ વૈશ્વિક આતંકવાદને જડમૂળમાંથી ખતમ કરવા માટે બહુ ઠોસ ઉપાય બતાવ્યા. તેમણે કહ્યું કે, આતંકવાદનો સૌથી મોટો ટેકો પૈસા એટલે કે ફંડિંગ છે. જો દુનિયાને વાસ્તવમાં આતંકવાદથી મુક્તિ અપાવવી છે તો આતંકીઓ અને તેમના પાળનારા દેશોની નાણાકીય મદદને રોકી દેવી જોઈએ.

 

જયશંકરે કહ્યું કે, સ્ટેટ સ્પોન્સર ટેરરિઝ્મ અને સરહદ પારથી થતાં આતંકવાદ આખી દુનિયાની વ્યવસ્થા માટે એક સીધો ખતરો છે. આવા દેશો માટે સજા હોવી જોઈએ અને આતંકવાદ પર ઝીરો ટોલરેન્સની નીતિમાં કોઈ ઢીલ ન આપવી જોઈએ. જે દેશ આતંકવાદને ફંડિંગ કરે છે, તેમનો પર્દાફાશ કરવો જોઈએ અને તેમના પૈસાના રસ્તા બંધ કરવા આજની સૌથી મોટી જરુરિયાત છે.

 

આત્મરક્ષાનો અધિકાર

 

વિદેશ મંત્રીએ સંયુક્ત રાષ્ટ્રના મંચ પરથી આખી દુનિયાને ભારતની નવી નીતિથી વાકેફ કરાવ્યા. તેમણે કહ્યું કે, ભારત પાસે આતંકવાદ વિરુદ્ધ પોતાની રક્ષા કરવાનો પૂરો અધિકાર છે અને ભારત આ અધિકારનો ઉપયોગ કરવાથી ક્યારેય પાછી પાની નહીં કરે.

 

જયશંકરે પાકિસ્તાનને અરીસો દેખાડતા કહ્યું કે, દોસ્તી અને સદ્ભાવના ક્યારેય પણ આતંકવાદ સાથે નથી ચાલતા. જો કોઈ દેશ એ વિચારે છે કે તે એક તરફથી આતંકવાદને પ્રોત્સાહન આપશે અને બીજી તરફ વાતચીત અથવા દોસ્તીનુ નાટક કરશે તો આ શક્ય નથી. તેમણે સ્પષ્ટ કહ્યું કે, આતંકવાદ ફેલાવનારા દેશને ખુદ પોતાની રીતે સુધરવું પડશે, ત્યારે જ કોઈ વાત આગળ વધી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *