સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ 432856 ગ્રાહકો પાસેથી રૂ. 207 કરોડથી વધુની વીજબીલની વસુલાત કરવા પાવર સપ્લાય કંપની PGVCL દ્વારા એક સાથે લાખો બાકીદારોને અલ્ટીમેટમ આપ્યું છે. આમ છતાં સમયમર્યાદામાં વીજબીલની રકમ નહીં ભરતા આવા બાકીદારોનું વીજ કનેક્શન આગામી મંગળવારથી મેગા ડિસ કનેક્શનની જાહેરાત કરવામાં આવી છે. પીજીવીસીએલના સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું કે, આમ તો માર્ચ મહિનામાં ડિસ કનેક્શન ડ્રાઇવ કરવામાં આવે છે પરંતુ છેલ્લા બે મહિનામાં નિયમીત વીજબીલ ભરતા ગ્રાહકો સામે ડિફોલ્ટર ગ્રાહકોનો આંકડો વધતા છ મહિનાની અંદર ફરી વખત મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.છેલ્લા બે મહિનાથી લઈને છેલ્લા એક વર્ષ સુધી વીજબિલ નહીં ભરતા ડિફોલ્ટર થયેલા ગ્રાહકો સામે આકસ્મિક કાર્યવાહીનો તખ્તો તૈયાર કરી આગામી મંગળવારથી તમામ 12 સર્કલમાં મેગા ડિસ્ક્નેક્શન ડ્રાઈવ હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે.સૌથી વધુ કચ્છ સર્કલમાં વીજબિલ ભરવામાં આવતા નથી. કચ્છમાં 63000થી વધુ ગ્રાહકોએ બિલના નાણા ભરપાઈ કર્યા નથી તે પછી જામનગર અને સુરેન્દ્રનગરમાં પણ 50000થી વધુ ગ્રાહકો વીજબિલ નહીં ભરવામાં અગ્રેસર છે. બીજી તરફ 29મી સપ્ટેમ્બરે મોટી સંખ્યામાં વીજ કંપનીની ટીમો દ્વારા જોડાણ કપાશે. સ્થળ પર કોઈપણ પ્રકારનું પેમેન્ટ સ્વીકારાશે નહીં. પાવર કપાયા બાદ પૂરેપૂરુ બીલ અને રી કનેક્શન ચાર્જ ભરવો પડશેવીજ કનેક્શન કાપવાની આગોતરી જાણ કરી દીધી
કંપનીએ તમામ સર્કલ વાઈઝ આવા બાકીદારોની યાદી તૈયાર કરી વીજ કનેક્શન કાપવાની આગોતરી જાણ કરી દીધી છે. અને તમામ બાકીદાર ગ્રાહકોને તાત્કાલિક ઓનલાઈન અથવા કચેરીએ જઈને બિલ ભરવા તાકિદ કરી છે. રાજકોટ સીટી સર્કલ વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ શહેરમાં 180884 ગ્રાહકો પાસેથી 33656 કરોડની વસુલાત હાથ ધરવામાં આવનાર છે. આ માટે શહેરના તમામ 22 સબ ડિવીઝન વાઈઝ ટીમો બનાવવામાં આવી છે.
