
e1cd216d-6d9e-450a-93b2-e142dad25f6c 75814795-a4f9-4f8f-8dc7-1c6ca9c251c6 696a9517-88c2-48f7-b50c-0562ce11e033 a0668c99-fcaf-4be2-b42f-b99b071e85eb
યુનિટ-1- વટવા ગામ ચોકી – PI શ્રી જેબલિયા અને ટીમ: વટવા, ઇસનપુર, નારોલ, GIDC વટવા, રામોલ તથા ખોખરા વિસ્તાર.
યુનિટ-2 – સિંગરવા ચોકી, ઓઢવ – PI શ્રી ધાખડા અને ટીમ: ઓઢવ, નિકોલ, નરોડા, કૃષ્ણનગર, સરદારનગર, બાપુનગર, રખિયાલ, અમરાઇવાડી તથા ગોમતીપુર વિસ્તાર.
યુનિટ-3 – ચાંદખેડા: ચાંદખેડા, મોટેરા, સાબરમતી, રાણીપ, નારણપુરા, વાડજ તથા એરપોર્ટ વિસ્તાર.
યુનિટ-4 – બોડકદેવ: બોડકદેવ, વસ્ત્રાપુર, સોલા, ઘાટલોડિયા, ગુજરાત યુનિવર્સિટી, સરખેજ તથા વેજલપુર વિસ્તાર.
અમદાવાદ
અમદાવાદ શહેરની સતત વધતી વસ્તી, વિસ્તરતા રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારો અને વધતી વ્યાવસાયિક પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ૪ નવી યુનિટ કાર્યરત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની આગેવાની અને દુરંદેશી પહેલ હેઠળ શહેરમાં ક્રાઈમ બ્રાન્ચની ફિલ્ડ પ્રેઝન્સને વધુ મજબૂત, ઝડપી અને અસરકારક બનાવવામાં આવી રહી છે.
અનુપમસિંહ ગેહલોતની આ મહત્વાકાંક્ષી પહેલનો મુખ્ય હેતુ ક્રાઇમ બ્રાન્ચને માત્ર ગુનો બન્યા બાદ તપાસ કરતી એજન્સી તરીકે નહીં, પરંતુ ગુનો બને તે પહેલાં જ તેને અટકાવતી અને ગુનાહિત તત્વો પર સતત નજર રાખતી ફિલ્ડ-ઓરિએન્ટેડ ફોર્સ તરીકે વધુ સશક્ત બનાવવાનો છે. આ અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચની ૪ નવી યુનિટ પૈકી યુનિટ-૧ અને યુનિટ-૨ નું તા. ૨૫/૦૯/૨૦૨૬ ના રોજ વિધિવત ઉદ્ઘાટન કરી કાર્યરત કરવામાં આવી છે, જ્યારે યુનિટ-૩ અને યુનિટ-૪ પણ ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવશે.
નવી યુનિટોની હાજરીથી ગુનાહિત અને ન્યૂસન્સ તત્વોને સ્પષ્ટ સંદેશ મળશે કે હવે કોઈપણ વિસ્તાર પોલીસની નજરથી દૂર નથી. નિયમિત પેટ્રોલિંગ, સ્થાનિક માહિતીનું સંકલન અને
ઝડપી પ્રતિબંધાત્મક કાર્યવાહીથી બુટલેગરો, જુગારીઓ, નશીલા પદાર્થોના વેપારીઓ, વાહનચોરો, ગેંગ સાથે સંકળાયેલા ઇસમો તથા અન્ય અસામાજિક તત્વોમાં પોલીસ કાર્યવાહીનો ભય અને કાયદાનો અંકુશ વધુ મજબૂત બનશે. આમ, શ્રી અનુપમસિંહ ગેહલોતના નેતૃત્વ હેઠળ આ પહેલ ગુનાખોરી સામે પ્રિવેન્ટિવ પોલીસિંગને નવી ગતિ આપશે.નવી યુનિટો સ્થાનિક પોલીસનો વિકલ્પ નહીં પરંતુ સ્થાનિક પોલીસને વધુ મજબૂત બનાવતી ક્રાઇમ-ફોકસ્ડ સપોર્ટ સિસ્ટમ તરીકે કાર્ય કરશે. ગંભીર બનાવની જાણ થતાં ટીમો ક્વિક રિસ્પોન્સ મોડમાં સ્થળ પર પહોંચી તપાસ, આરોપીઓની ઓળખ, ગુનાહિત નેટવર્ક અંગે માહિતી એકત્રિત કરવા તથા જરૂરી કાયદેસરની કાર્યવાહી ઝડપથી કરી શકશે. નાગરિકોની ફરિયાદો તથા રજૂઆતોના ઝડપી નિકાલમાં પણ આ યુનિટો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની આ દુરંદેશી પહેલ શહેરમાં ગુનાખોરી સામે વધુ મજબૂત, આધુનિક અને પ્રિવેન્ટિવ પોલીસિંગ તરફનું મહત્વપૂર્ણ પગલું છે. તા. ૨૫/૦૯/૨૦૨૬થી બે યુનિટની શરૂઆત સાથે આ પહેલનો પ્રથમ તબક્કો સાકાર થયો છે અને બાકીની બે યુનિટ ટૂંક સમયમાં કાર્યરત થતાં અમદાવાદ શહેરમાં ક્રાઇમ બ્રાન્ચની ફિલ્ડ હાજરી વધુ વ્યાપક બનશે.આ પહેલનો મૂળ સંદેશ સ્પષ્ટ છે – “ગુનાખોરી માટે કોઈ વિસ્તાર સુરક્ષિત નથી અને પોલીસની નજરથી કોઈ ગુનાહિત પ્રવૃત્તિ છૂપી રહેશે નહીં.”