એક જ દિવસમાં ઓપરેશન ગંગાજળથી બે IAS અધિકારી ઘરભેગા, કે.રાજેશ પછી ગૌરવ દહિયાને ફરજીયાત નિવૃત્ત કરાયા

Spread the love

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફારો વચ્ચે રાજ્ય સરકારે વધુ એક વરિષ્ઠ IAS અધિકારી સામે કડક કાર્યવાહી કરી છે. ગુજરાત સરકારનું ઓપરેશન ગંગાજળ આજે એક જ દિવસમાં બે IAS અધિકારીને નડી ગયું છે. કે.રાજેશ પછી વહીવટી સેવાના ચર્ચાસ્પદ બનેલા IAS અધિકારી ગૌરવ દહિયાને સરકાર દ્વારા ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે, જેના કારણે રાજ્યની નોકરશાહીમાં ભારે ખળભળાટ મચી ગયો છેઅધિકારી ગૌરવ દહિયા અગાઉ નેશનલ હેલ્થ મિશન (NHM)માં ફરજ બજાવી ચૂક્યા છે. તે દરમિયાન તેમની સામે કેટલીક ગંભીર ફરિયાદો અને વિવાદો ઊભા થયા હતા, જેને લઈને વહીવટી વર્તુળોમાં તેઓ સતત ચર્ચામાં રહ્યા હતા. હાલમાં તેઓ અધિક વિકાસ કમિશનર તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા હતા, તે જ સમયે સરકાર દ્વારા આ અચાનક અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

એક જ દિવસમાં બે વરિષ્ઠ IAS અધિકારીઓ સામે આ પ્રકારના સખત પગલાં લેવાયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સરકારના આ કડક વલણને કારણે સનદી અધિકારીઓ અને વહીવટી બેડામાં ભારે ચિંતા અને ઉત્સુકતા જોવા મળી રહી છે. ભ્રષ્ટાચાર કે ગેરરીતિ સામે શૂન્ય સહનશીલતાનીતિ હેઠળ સરકાર દ્વારા આ પ્રકારના નિર્ણયો લેવામાં આવી રહ્યા હોવાનું મનાઈ રહ્યું છે.

 

આ અગાઉ પણ વહીવટી તંત્રમાં શિસ્ત જાળવવા માટે સરકારે અનેક અધિકારીઓ સામે લાલ આંખ કરી છે. ગૌરવ દહિયાની ફરજિયાત નિવૃત્તિનો આ આદેશ રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યો છે. આ પગલાથી સરકારી કર્મચારીઓ અને અધિકારીઓમાં કડક સંદેશો પહોંચ્યો છે કે ફરજ દરમિયાન કોઈપણ પ્રકારની અનિયમિતતા કે બેદરકારી સાંખી લેવામાં આવશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *