સબમર્સીબલ પંપના વેપારીનો ફોન હેક : ગઠિયાઓએ રૂ.2.21 લાખ ઉપાડી લીધા

Spread the love

રાજકોટ. તા.03 હરિધવા રોડ પર રહેતાં સબમર્સીબલ પંપના વેપારીનો ફોન હેક કરી સાયબર માફિયાઓએ રૂ.2.21 લાખ ટ્રાન્સફર કરી લઈ ફ્રોડ આચરતાં ભક્તિનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જો કે, ચિંતાની વાત એ છે કે, ઓટીપી કે એપીકે ફાઇલ ડાઉનલોડ કર્યા વગર પણ રૂપીયા ઉપડી ગયાં હતાં.

 

બનાવ અંગે હરિધવા રોડ પર સુભાષનગર શેરી નં.4/5 નો ખુણે રહેતાં સંજયભાઈ પાંચાભાઈ ડાભી (ઉ.વ.44) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અલગ અલગ બેંક એકાઉન્ટના ધારકોના નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ગોંડલ ચોકડી સાંઢીયા પુલ પાસે રિલેક્ષ પંપ ઇન્ડસ્ટ્રીઝ નામે સબમર્સીબલ પંપનો વેપાર કરે છે.ગઈ તા.23 ના બપોરે આશરે ચાર વાગ્યાની આસપાસ તે ઘરે હતાં ત્યારે ઇન્ડ્રુસીંડ બેંકનો ટેક્ષ્‍સ મેસેજ આવેલ જેમા બેંકના ખાતામાંથી રૂ.99,999.99 ઉપડી ગયેલ હતાં.

 

જેથી વેરીફાઈ કરવા બેંકની એપ્લીકેશન બેલેન્સ ચેક કરવા માટે ખોલી જોતા ફોન હેક થઇ ગયેલ અને ફોનની સ્ક્રીન પર સ્કીન મીરર ગુગલ આઇપીટીવી નામની એરર આવેલ હતી.

 

બેંક એપ્લીકેશન ઓપન ન થયેલ જેથી બનાવ બાબતે સગા નાનાભાઈ વીજયભાઈની દુકાને ગયેલ અને તેને આ બાબતે જાણ કરતા તેને એપ ડીલીટ કરવાનો પ્રયત્ન કરેલ પરંતુ એપ ડીલીટ ન થતા મોબાઇલ ફોન સેફ મોડમા ચાલુ કરી એપ ડીલીટ કરેલ ત્યારબાદ ફોન રીસ્ટાર્ટ કરી ફોન ચાલુ કરેલ હતો. ત્યારબાદ તુરંત જ બેંકમા જઈ તપાસ કરતા કુલ રૂ.2.21 લાખ ટ્રાંસ્ફર થયેલ હતાં.

 

ત્યારબાદ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર કરી ફરીયાદ આપ્યાં બાદ ભક્તિનગર પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. જે મામલે પીઆઈ જે. ડી.પરમાર અને ટીમે તપાસ આદરી સાયબર માફિયા સુધી પહોંચવા કવાયત આદરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *