સુપર હિરો સ્મિત મચ્છરની અટક મચ્છર કેમ છે? કારણ કે, કિડી, મંકોડી, માંકડ, વાધ, શિયાળ, હાથી અને મચ્છર..અદ્ભુત અટકો હોય છે ગુજરાતી સમાજમાં…

Spread the love

વર્ષો પહેલા શાહબુદ્દીન રાઠોડના હાસ્ય કાર્યક્રમના શરુઆતના દિવસોમાં શાહબુદ્દીન ભાઈ એક જોક કાયમ કહેતા હતા, કે બે પાડોશીઓ હતા. એકની એટક ભટ્ટ અને એકની માંકડ. બંને પ્રોફેસર અને બંને એક જ કોલેજમાં. કોલેજની ઈર્ષા અને દ્વેષને લઈ બંને વચ્ચે બહુ અણબનાવ રહેતો હતો. ધરે આવ્યા બાદ ભટ્ટ સાહેબ ગુસ્સા સાથે જોર..જોરથી , માંકડ સાહેબના ધરમાં સંભળાય એ રીતે બોલે કે આજે તો આ માંકડે બહુ ઉપાડો લીધો છેહવે તો પલંગને છોડીને ખુરશીઓ સુધી પહોંચી ગયા છે. માંકડને મારવાની દવા લાવવી પડેશે.

 

માંકડ સાહેબ આ સાંભળી સમસમી રહે. જ્યારે હદથી વાત વધી ગઈ એટલે ભટ્ટ સાહેબ ફળીયામાં આવી જોરથી બોલ્યા કે સવિતા, સાંભળો છો…( સવિતા તેમના ધર્મપત્નીનુ નામ હતુ.) જો ધરમાં બહુ માંકડા આવી ગયા હોય તો ભટ્ટ દઈ મારી નાંખોં…આ જોક પરથી અમને થયુ કે ગુજરાતમાં આવતી આવી પ્રાણીજન્ય અને પક્ષીજન્ય અટકો પર એક સળંગ કાલ્પનીક સ્ટોરી લખીએ તો કેવી હોવી જોઈએ….અને પછી આ વાંચો….

 

ફ્લેશબેક…પ્રોફેસર માંકડ અને પ્રોફેસર ભટ્ટ વચ્ચેના વીવાદ દરમિયાન, આ દરમિયાન પ્રોફેસર હાથી ત્યાં આવી પહોંચ્યા અને તેમણે સંપુર્ણ વાત સાંભળી પ્રોફેસર મંકોડીને તાત્કાલીક બોલાવ્યા. બંને પ્રોફેસરોના હેડ હતા શ્રીમાન અમિત ધોડા સાહેબ. તેમને કહ્યું કે બંને પાડોશીઓ છે અને બંને એક બીજાની અટક પર કોમેન્ટ કરીને ઝઘડાઓ કર્યા કરે છે.

નજીકમાં જ રહેતા વકિલ શ્રી દિનેશ પોપટ પાસે સંપુર્ણ મામલો પહોંચ્યો. તેમણે કહ્યું કે આવા ધરેલુ ઝઘડામાં વકિલ શ્રી રામ વાધ ખુબ હોંશીયાર છે. જ્યારે રામ વાધ પાસે આ મામલો પહોંચ્યો તો તેમણે કહ્યું કે એક કામ કરો આખી વીગત મારા પીએ શ્રીમાન સુરેશ શિયાળને લખીને આપી દો.

 

જ્યારે સુરેશ શિયાળને આ વાત આપવા ગયા ત્યારે ત્યાં હાજર હતા બાહોશ પોલિસ અધિકારી શ્રી અનિરુધ્ધ સિંહ વરુ સાહેબ. વરુ સાહેબે કહ્યું કે તમે ભણેલા ગણેલા લોકો થઈ આ રીતે પોલિસ સ્ટેશને અથવા તો કોર્ટમાં જાવ તે સારુ નહી.તેમણે ઉદાહરણ આપ્યુ કે આ જ ટાઈપની સામાન્ય મેટર મીસ્ટર રાજેશ વિંછી અને રમેશભાઈ કિડી વચ્ચે બની હતી. આજે લગભગ દસ વર્ષથી બંને કોર્ટમાં ધક્કા ખાઈ રહ્યાં છે. પોલિસ અધિકારી અનિરુધ્ધ સિંહ વરુની વાત સાંભળી તેની સાથે રહેલા હેડ કોન્સટેબલ ભગીરથ કાગડા મંદ મંદ હસવા લાગ્યા અને તેમણે કહ્યું કે સાચી વાત છે.હુ ફલાણા પોલિસ સ્ટેશનમાં હતો ત્યારે ભીખુભાઈ તેતર અને મહેશભાઈ હોલા વચ્ચે પણ નાની વાતમાં ઝઘડો થયો હતો અને તેમાં પણ કોર્ટ કચેરી થઈ હતી..

 

સુયજ્ઞ વાચકશ્રીઓ..આપે નોંધ કરી… જેમ ફિલ્મ એક દુજે કે લિયાના એક ગીત..મેરે જીવન સાથી..પ્યાર કીએ જા, ગીતમાં તમામ શબ્દો ફિલ્મી ગીતો સાથે સંકળાયેલા છે તેમ આ આર્ટીકલમાં આવતા તમામ કાલ્પનીક પાત્રોની અટક પ્રાણી કે પછી પક્ષીના નામ સાથે સંકળાયેલી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડીયામાં સમાજશાત્રના અભ્યાસુ ગૌરાંગ જાનીએ વિનોદીની નિલકંઠના અટકોના અભ્યાસના હવાલાથી કહ્યું છે કે અટકો એ જે તે સમયે જે તે પ્રાણીઓની પુજા કરવામા આવતી હતી તેના પરથી પડેલી છે.ગુજરાતમાં મોટે ભાગે પ્રાણીના નામ વાળી એટક જૂનાગઢના નાગર બ્રાહ્મણોમાં જોવા મળે છે. જ્યારે સુમિત મચ્છરની અટક એ બ્રહ્મ ક્ષત્રીયો ખાસ કરીને સુરત તરફના ખત્રી સમાજની અટક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *