દાહોદમાં ACB નું મોટું ઓપરેશન: મેડિકલ વિદ્યાર્થીઓને ધમકાવીને 40 હજારની લાંચ લેતા આ મોટા સાહેબ રંગેહાથ ઝડપાયા!

Spread the love

દાહોદ જિલ્લાના દેવગઢબારીયા ખાતે આવેલી જે.એસ. ચૌહાણ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રહીમભાઇ ઈબ્રાહિમભાઇ મેમણને ₹40,000ની(Dahod ACB Trap)લાંચ લેતા ગાંધીનગર ACBની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ, કેટલાક વિદ્યાર્થીઓની ડીસ્ટ્રીક્ટ રેસીડેન્સી પ્રોગ્રામ (DRP) હેઠળ દેવગઢબારીયા સિવિલ હોસ્પિટલમાં નિમણૂક કરવામાં આવી હતી.આ દરમિયાન વિદ્યાર્થીઓને સારી ડ્યુટી ફાળવવા અને નોકરી દરમિયાન કોઈપણ પ્રકારની હેરાનગતિ ન થાય તે માટે લાંચની માંગ કરવામાં આવી હતી.

 

આરોપી તબીબી અધિક્ષકે કુલ 8 વિદ્યાર્થીઓ પાસેથી પ્રતિ વિદ્યાર્થી ₹5,000 લેખે કુલ ₹40,000ની રકમ માંગેલી હોવાનો આક્ષેપ છે. જોકે, વિદ્યાર્થીઓ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે સમગ્ર મામલે ગાંધીનગર ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદ મળ્યા બાદ ACBની ટીમે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારબાદ સરકારી હોસ્પિટલના કેમ્પસમાં આવેલા ડોક્ટર ક્વાર્ટર્સ ખાતે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.

 

5 ઓક્ટોબર, 2026ના રોજ ગોઠવાયેલા આ છટકા દરમિયાન ડો. રહીમભાઇ મેમણ ફરિયાદી પાસેથી ₹40,000ની લાંચ સ્વીકારતા જ ACBની ટીમે તેમને રંગેહાથ ઝડપી લીધા હતા. આ મામલે ACB દ્વારા વર્ગ-1ના અધિકારી સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર કેસ અંગે વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *