દુનિયામાં રમાઈ રહ્યો છે ‘સોનાનો સૌથી મોટો ખેલ’ ! બેંકોએ એકસાથે ખરીદ્યું 39 ટન ગોલ્ડ, આખરે શું થવાનું છે ‘વિશ્વમાં’?

Spread the love

દુનિયાની કેન્દ્રીય બેંકો સતત પોતાના સોનાના ભંડારને વધારી રહી છે અને ઓગસ્ટમાં પણ આ સિલસિલો ચાલુ રહ્યો. ઓગસ્ટમાં કેન્દ્રીય બેંકોની કુલ નેટ સોનાની ખરીદી 39 ટન રહી. ‘ચીન’ આ ખરીદીમાં સૌથી આગળ રહ્યું અને તેણે સતત 22મા મહિને પોતાના સોનાના ભંડારમાં વધારો કર્યો. પોલેન્ડ અને ઉઝબેકિસ્તાનનું નામ પણ મોટા ખરીદદારોમાં છે. જો કે, કેટલાક દેશોએ ઓગસ્ટમાં ‘સોનું’ વેચ્યું પણ છે.નેશનલ બેંક ઓફ પોલેન્ડે ઓગસ્ટમાં 8 ટન સોનું ખરીદ્યું. આ વર્ષે અત્યાર સુધી પોલેન્ડે 98 ટન સોનું ખરીદ્યું છે અને તે વર્ષની અત્યાર સુધીની ખરીદીમાં સૌથી આગળ છે. પોલેન્ડની સરખામણીએ ચીન પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. પોલેન્ડ પાસે હવે 648 ટન સોનું છે અને તેનો 700 ટનનો લક્ષ્‍યાંક નજીક આવતો દેખાઈ રહ્યો છે.સેન્ટ્રલ બેંક ઓફ ઉઝબેકિસ્તાને ઓગસ્ટમાં 8 ટન સોનું ખરીદ્યું. વર્ષ 2026માં અત્યાર સુધી તેની સોનાની ખરીદી લગભગ 50 ટન પહોંચી ગઈ છે. ઉઝબેકિસ્તાનના કુલ ભંડારમાં સોનાનો હિસ્સો હવે 90% છે, જેની પાસે લગભગ 439 ટન સોનું છે. નેશનલ બેંક ઓફ કઝાકિસ્તાને ઓગસ્ટમાં 7 ટન સોનું ખરીદ્યું. વર્ષ 2026માં અત્યાર સુધી તેની સોનાની ખરીદી લગભગ 36 ટન છે. કઝાકિસ્તાનના કુલ ભંડારમાં સોનાનો હિસ્સો હવે 79% છે. તેની પાસે લગભગ 377 ટન સોનું છે.સેન્ટ્રલ બેંક ઓફ ધ રિપબ્લિક ઓફ ટર્કીએ ઓગસ્ટમાં 3 ટન સોનું ખરીદ્યું. આ પહેલા સતત ત્રણ મહિના સુધી તેણે સોનાનું નેટ વેચાણ કર્યું હતું. વર્ષ 2026માં અત્યાર સુધી તુર્કીએ 82 ટન સોનાનું નેટ વેચાણ કર્યું છે. આમાં મોટાભાગનું વેચાણ 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં થયું હતું. ઓગસ્ટમાં બોલિવિયા અને ઘાના પણ સોનાના બજારમાં ખરીદદાર રહ્યા. બંનેએ લગભગ 1-1 ટન સોનું ખરીદ્યું.સેન્ટ્રલ બેંક ઓફ રશિયાએ ઓગસ્ટમાં પોતાનું નેટ વેચાણ ચાલુ રાખ્યું અને 6 ટન સોનું વેચી દીધું. વર્ષ 2026માં અત્યાર સુધી રશિયા 56 ટન સોનું વેચી ચૂક્યું છે. રશિયા પાસે હવે કુલ 2,271 ટન સોનું છે. સેન્ટ્રલ બેંક ઓફ જોર્ડને પણ ઓગસ્ટમાં 3 ટન સોનું વેચ્યું. વર્ષ 2026માં અત્યાર સુધી જોર્ડને 2 ટન સોનું ખરીદ્યું છે. આ પછી તેની પાસે 75 ટન સોનું છે, જે તેના કુલ ભંડારના લગભગ 37 ટકા છે.વર્ષ 2016 અને વર્ષ 2025 ની વચ્ચે મધ્યસ્થ બેંકોની સોનાની ખરીદીમાં કેટલાક મર્યાદિત ફેરફારો જોવા મળ્યા છે. જો કે, અલગ-અલગ વર્ષો વચ્ચેનો તફાવત ઘણો મોટો રહ્યો છે. આર્થિક અથવા જીઓ-પોલિટિકલ અશાંતિનો આમાં કંઈક ફાળો હોઈ શકે છે. આ પાછળના મજબૂત અને સતત કારણો ઓળખવા માટે વધુ વિશ્લેષણની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *