રાજસ્થાનમાં ચૂંટણીનો અનોખો દાવ! ઝાઝડનાં સરપંચ ઉમેદવાર અનીતા સૈનીના વચને ખેંચ્યું સૌનું ધ્યાન!

Spread the love

રાજસ્થાનમાં મહિલા સરપંચ ઉમેદવારનું અનોખું વચન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું!

 

રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના ઝાઝડ ગામમાં સરપંચ પદની ઉમેદવાર અનીતા સૈનીએ ચૂંટણી પ્રચાર દરમિયાન એક અનોખી જાહેરાત કરી છે. તેમણે ગામના એવા યુવાનોની સમસ્યાને મુદ્દો બનાવ્યો છે, જેમને હજુ સુધી લગ્ન માટે યોગ્ય યુવતી મળી નથી.

 

અનીતા સૈનીએ વચન આપ્યું છે કે જો તેઓ ચૂંટણી જીતીને સરપંચ બનશે, તો ગામના તમામ કુંવારા યુવકોનાં લગ્ન કરાવવાની જવાબદારી પોતે લેશે.

 

તેમણે એવું પણ આશ્વાસન આપ્યું છે કે યોગ્ય સંબંધો શોધવા માટે જરૂર પડે તો તેઓ બીજા ગામોમાં પણ જશે. એટલું જ નહીં, લગ્ન નક્કી થયા બાદ જાન લઈ જવા માટે ટ્રેનની ખાસ વ્યવસ્થા કરાવવાનું પણ વચન આપ્યું છે.

સામાન્ય રીતે ચૂંટણીમાં રસ્તા, પાણી અને વીજળી જેવા મુદ્દાઓની ચર્ચા થતી હોય છે, પરંતુ અનીતા સૈનીનું આ અનોખું વચન હાલ ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *