રાત્રે જમ્યા પછી 15 મિનિટ કેમ ચાલવું જોઈએ? ડોક્ટરે જણાવ્યા 3 કારણ

Spread the love

દરરોજની ભાગદોડવાળી જિંદગીમાં આપણે આપણા સ્વાસ્થ્યનું એટલું ધ્યાન રાખી શકતા નથી, જેટલું આપણે રાખવું જોઈએ. કામ-ધંધેથી ઘરે આવ્યા બાદ રાત્રે જમ્યા પછી મોટાભાગના લોકો સીધા બેડ પર સૂઈ જાય છે અથવા સોફા પર બેઠાં-બેઠાં ટીવી જોવા લાગે છે. જો તમે પણ આવું જ કરતા હોવ, તો આજથી જ બંધ કરી દેજો. કારણ કે આ આદત સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે

રાત્રે ચાલવાના ફાયદા

 

(1) પેટમાં ગેસ અને એસિડિટી – ઘણા લોકોને રાત્રે જમ્યા પછી છાતીમાં બળતરા, પેટમાં ગેસ અથવા એસિડિટી થઈ જાય છે, જ્યારે આપણે જમ્પા પછી તરત સૂઈ જઈએ છીએ, ત્યારે પેટમાં બનતું એસિડ ઉપરની તરફ આવે છે. તેનાથી એસિડિટી વધે છે અને ખાટા ઓડકાર આવે છે. ડૉ. સેઠી સમજાવે છે કે, જમ્યા પછી 15 મિનિટ ચાલવાથી ખોરાક યોગ્ય રીતે નીચેની તરફ આગળ વધે છે. આ પાચનમાં મદદ કરે છે અને એસિડિટી, ગેસ જેવી સમસ્યાઓને અટકાવે છે.

 

(2) બ્લડ સુગર લેવલ – જો તમને ડાયાબિટીસ હોય અથવા તમે બ્લડ સુગરને નોર્મનલ રાખવા માંગતા હોવ, તો જમ્યા પછી 15 મિનિટ ચાલવાનો પ્રયાસ કરો. ડૉ. સેઠીના જણાવ્યા મુજબ, આ સરળ આદત ડાયાબિટીસનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે.

 

(3) પાચનતંત્ર – રાત્રે જમ્પા પછી 15 મિનિટ ચાલવાથી આંતરડાની એક્ટિવિટી તેજ થઈ જાય છે, જેનાથી પાચન પ્રક્રિયા સરળ બને છે. જ્યારે ખોરાકનું યોગ્ય રીતે પાચન થાય છે, ત્યારે સવારે પેટ સાફ થવામાં કોઈ મુશ્કેલી પડતી નથી અને કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે.

 

કેવી રીતે ચાલવું જોઈએ?

 

ડૉ. સૌરભ સેઠીનું કહેવું છે કે, રાત્રે જમ્યા પછી દોડવાની કે ઝડપથી ચાલવાની જરૂર નથી. તમારે ફક્ત સામાન્ય રીતે 15 મિનિટ ચાલવાની જરૂર છે. તમે તમારી અગાશી (ટેરેસ), બાલ્કની અથવા રૂમની અંદર પણ ચાલી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *