શું આવું થવું જરુરી છે? 18 રુપિયાની પાણીની બોટલના 20 રુપિયા લીધા,કોર્ટે 1 લાખનો દંડ ફટકારી દીધો

Spread the love

ઉત્તર પ્રદેશના હાથરસ સ્થિતિ પ્રસિદ્ધ બીબીસીએન રેસ્ટોરન્ટના એક ગ્રાહક પાસેથી 18 રુપિયાની MRPવાળી પાણીની બોટલ માટે 20 રુપિયા વસૂલવામાં આવ્યા અને અલગથી GST પણ જોડી દીધો. આ વધારાના ચાર્જની વસૂલીની ફરિયાદ કરતા રેસ્ટોરન્ટ મેસેજમેન્ટે પૈસા પાછા આપવાની ના પાડી દીધી. ત્યાર બાદ મામલો અલીગઢ જિલ્લા ગ્રાહક તકરાર વિભાગમાં પહોંચ્યો. કેટલીય નોટિસ મોકલવા છતાં રેસ્ટોરન્ટ તરફથી કોઈ હાજર રહ્યું નહીં.એકપક્ષીય ચુકાદો સંભળાવતા રેસ્ટોરન્ટ પર કૂલ 1 લાખ 6 હજારનો દંડ અને વળતર ફટકાર્યું છે.

 

2 રુપિયા વધારે માગવા પર મોટી હોટલની દલીલ

 

આ મામલામાં વકીલ અંકુર અગ્રવાલના જણાવ્યા અનુસાર જ્યારે ગ્રાહકે 2 રુપિયા વધારાના માગવા પર વાંધો ઉઠાવ્યો તો રેસ્ટોરન્ટે પૈસા પરત કરવાની જગ્યાએ દલીલ આપી કે જો મોટી હોટલ હોત તો બોટલના 50 રુપિયા લઈ લીધા હોત. આ વર્તન બાદ રેસ્ટોરન્ટને કાનૂની નોટિસ મોકલવામાં આવી હતી. નોટિસનો કોઈ જવાબ ન મળતા મામલો કોર્ટ સુધી પહોંચ્યો.

 

ગ્રાહક આયોગની એકપક્ષીય કડક કાર્યવાહી

 

વકીલ અંકુર અગ્રવાલ અને એડવોકેટ અમિત તોમરે આયોગમાં આ કેસની દલીલો કરી. વારંવાર નોટિસ આપવા છતાં પણ રેસ્ટોરન્ટ તરફથી કોઈ પ્રતિનિધિ આયોગ સમક્ષ હાજર થયા નહીં.

 

આયોગે મામલાને ગંભીરતાથી લેતા રેસ્ટોરન્ટને 1 લાખ રુપિયા ગ્રાહક વેલફેર ફંડમાં જમા કરાવવાનો નિર્દેશ આપ્યો છો. આ ઓઉપરાંત 5 હજાર રુપિયા વકીલની ફી અને 1 હજાર રુપિયા માનસિક ક્ષતિપૂર્તિના આપવાના આદેશ આપી દીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *