અમદાવાદમાં લોકગાયક આદિત્ય ગઢવીના જાણીતા ગરબા મહોત્સવ ‘રંગ મોરલા’ના સ્ટેજ પરથી વિધર્મીઓને ગરબા ગ્રાઉન્ડ છોડી દેવાની જાહેરાત કરવામાં આવતાં મોટો વિવાદ ઊભો થયો છે. બુધવારે રાત્રે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના કાર્યકરો રંગ મોરલા ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા. ત્યારપછી સ્ટેજ પરથી એન્કર દ્વારા વિધર્મીઓને તરત જ સ્થળ છોડીને નીકળી જવા સૂચના આપવામાં આવી હતી.આ ઉપરાંત ગરબા રમી રહેલા અન્ય ખેલૈયાઓને પણ પોતાની આસપાસ સતર્ક રહી નજર રાખવા માટે જણાવવામાં આવ્યું હતું.
વિવાદ વકરતાં આદિત્ય ગઢવીએ કરી સ્પષ્ટતા, કર્યો બચાવ
આ ઘટના બાદ સોશિયલ મીડિયા અને લોકોમાં વિવાદ વકરતાં ગાયક આદિત્ય ગઢવીએ સમગ્ર મામલે છેડો ફાડી હાથ ખંખેરી લીધા છે. તેમણે સોશિયલ મીડિયા પર અંગ્રેજીમાં એક વિસ્તૃત પોસ્ટ મૂકીને પોતાનો બચાવ કર્યો હતો અને આખી ઘટના પોતાની જાણ બહાર બની હોવાની ચોખવટ કરી હતી.
આદિત્ય ગઢવીના ‘રંગ મોરલા’ ગરબા સ્ટેજ પરથી વિધર્મીઓને બહાર નીકળવાની સૂચનાનો વિવાદ- વકરતાં આદિત્ય ગઢવીએ પોસ્ટ મૂકી હાથ ખંખેર્યા
અમદાવાદમાં લોકગાયક આદિત્ય ગઢવીના જાણીતા ગરબા મહોત્સવ ‘રંગ મોરલા’ના સ્ટેજ પરથી વિધર્મીઓને ગરબા ગ્રાઉન્ડ છોડી દેવાની જાહેરાત કરવામાં આવતાં મોટો વિવાદ ઊભો થયો છે. બુધવારે રાત્રે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના કાર્યકરો રંગ મોરલા ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા. ત્યારપછી સ્ટેજ પરથી એન્કર દ્વારા વિધર્મીઓને તરત જ સ્થળ છોડીને નીકળી જવા સૂચના આપવામાં આવી હતી.
આ ઉપરાંત ગરબા રમી રહેલા અન્ય ખેલૈયાઓને પણ પોતાની આસપાસ સતર્ક રહી નજર રાખવા માટે જણાવવામાં આવ્યું હતું.
વિવાદ વકરતાં આદિત્ય ગઢવીએ કરી સ્પષ્ટતા, કર્યો બચાવ
આ ઘટના બાદ સોશિયલ મીડિયા અને લોકોમાં વિવાદ વકરતાં ગાયક આદિત્ય ગઢવીએ સમગ્ર મામલે છેડો ફાડી હાથ ખંખેરી લીધા છે. તેમણે સોશિયલ મીડિયા પર અંગ્રેજીમાં એક વિસ્તૃત પોસ્ટ મૂકીને પોતાનો બચાવ કર્યો હતો અને આખી ઘટના પોતાની જાણ બહાર બની હોવાની ચોખવટ કરી હતી.
આદિત્ય ગઢવીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે:
મારા સ્ટેજ પરથી જે સંદેશો આપવામાં આવ્યો હતો તે મારો સંદેશો નથી.
કેટલાક લોકોએ મારા મંચનો દુરુપયોગ કર્યો અને એન્કર પાસે આવી જાહેરાત કરાવી હતી.
આ મામલે મારી કે મારી ટીમની કોઈપણ પ્રકારની સલાહ કે સંમતિ લેવામાં આવી નહોતી.
ગરબામાં ક્યારેય કોઈની અટક પૂછવામાં આવતી નથી.
પ્રેમ અને માતાજીમાં શ્રદ્ધા ધરાવનાર દરેક વ્યક્તિનું ગરબામાં હંમેશાં સ્વાગત છે.
પેઢીઓથી ગુજરાત અને સમગ્ર ભારતમાં સૌ લોકો સાથે મળીને ગરબા રમતા આવ્યા છે.
મારું આ સ્ટેજ ફક્ત અને ફક્ત સંગીત તથા ભક્તિ માટે જ છે.
અગાઉ અન્ય શહેરોમાં પણ વિધર્મીઓની હાજરી મુદ્દે મચ્યો હતો હોબાળો
નોંધનીય છે કે ચાલુ નવરાત્રી દરમિયાન અગાઉ પણ રાજ્યના અનેક શહેરોમાં ગરબા ગ્રાઉન્ડ પર વિધર્મીઓની હાજરીને લઈને ભારે વિરોધ અને વિવાદની સ્થિતિ સર્જાઈ ચૂકી છે:
