નવી દિલ્હીઃ દિલ્હીમાં જંતર મંતર સહિતના આંદોલનો સમયે માન્ય મીડીયા ઉપરાંત જે રીતે સોશ્યલ મીડીયા અને બંને અન્ય ફ્રી-લાન્સ- કોઈ મીડીયા સાથે નહી જોડાયેલા હોય તેવા પણ અને ફકત રીત બનાવી ક્નટેન્ટ ક્રિએટર તરીકે પોતાને ઓળખાવી રહેલા પત્રકારોનો મુદો પણ હવે સર્વોચ્ચ અદાલતની એરણ પર છે.
ગઈકાલે આંદોલનની સુનાવણી સમયે સુપ્રીમકોર્ટ એક સીનીયર એડવોકેટ ઈન્દીરા જયસિંઘે મુખ્ય ન્યાયમૂર્તિ સુર્યકાંતની ખંડપીઠ સમક્ષ એવો મુદો ઉઠાવ્યો કે પોલીસે અહી આંદોલન કવર કરતા પત્રકારો માટે એસ ઈન્સ્પેકશન બ્યુરો (પીઆઈબી) તથા માન્ય પત્રકારોને જ મંજુરી આપવા આગ્રહ રાખ્યો જયારે સ્વતંત્ર-ફ્રી-લાન્સ જેઓ પાસે આ પ્રકારના માન્ય ઓળખકાર્ડ ન હોય તેઓને કવરેજથી દુર રહેવા આદેશ આપ્યો હતો.તેઓએ માંગણી કરી કે જેઓ પાસે તેના માલીક-મીડીયાનું ઓળખકાર્ડ હોય તેને આ રીતે કવરેજ કરતા પોલીસે રોકવો જોઈએ નહી. આ તકે સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિએ દેશમાં દરેક વ્યક્તિ પત્રકાર બનવા લાગશે તો દરેક બીજા નાગરિક માટે સમસ્યા હશે.
ચીફ જસ્ટીસ સુર્યકાંતે થોડી સાવધાની સાથે કહ્યું કે આપણે એ યાદ રાખવું જોઈએ. જો દરેક પત્રકાર બનવાનું શરૂ કરશે તો તે દરેક બીજા ભારતીય માટે સમસ્યા સર્જશે અને તેથી એ પણ ચકાસવું જરૂરી બનશે કે દેશમાં જે રીતે દરેક નાગરિકને અભિવ્યક્તિનો અધિકાર છે તેનું દરેક નાગરિકને પત્રકાર બનવાનો અધિકાર પણ સામેલ છે!
આ જ એક સમસ્યા છે. એકેડીએટેડ- માન્ય પત્રકારને અનેક રક્ષણ છે પણ તેમાં જે નોંધાયેલા મીડીયા હાઉસના કર્મચારી અને જેઓ ફ્રી લાન્સ તરીકે કામ કરનારને પણ મળે છે! આ મુદો વધુ ચકાસવો પડશે કે શું કોઈ ચોકકસ કેટેગરીના પત્રકારને વધુ સુરક્ષાની જરૂર છે!
શું વર્કીંગ જર્નાલીસ્ટ એકટ એ પત્રકારો વચ્ચે ભેદભાવ કરે છે! આ તમામ ચકાસવું પડશે. આ તકે સોલીસીટર જનરલે કહ્યું કે, આજની ડીજીટલ ટેકનોલોજી યુગમાં કોઈ પણ વ્યક્તિ જેની પાસે મોબાઈલ હોય તે સ્વતંત્ર-ફ્રી લાન્સ પત્રકાર બની જાય છે તેનો હેતુ રીલ બનાવીને સોશ્યલ મીડીયા પર પ્રસિદ્ધિ અને નાણા કમાવવાનો હોય છે અને તેઓ મોટાભાગે એક તરફી જ અહેવાલ આપે છે. તેઓએ દિલ્હીમાં મહિલા પત્રકારની સાથે દુર્વ્યવહાર થવો ન જોઈએ તે સ્વીકાર્યુ. સાથે જ કહ્યું કે મહિલા પોલીસ સાથે પણ તે જ રીતે સન્માનજનક વ્યવહાર થવો જોઈએ.
