ગુજરાત સરકાર એક તરફ શિક્ષણમાં ડિજિટલાઈઝેશન અને ગુણવત્તાસભર શિક્ષણની વાત કરી રહી છે, ત્યારે બીજી તરફ પ્રાથમિક શાળાના શિક્ષકો પર વધુ એક બિન-શૈક્ષણિક જવાબદારી સોંપવામાં આવી છે. શ્રમયોગી કલ્યાણ બોર્ડની ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ હેઠળ ભોજન વિતરણ કેન્દ્રોના સંચાલન માટે શિક્ષકોને નોડલ ઓફિસર બનાવવામાં આવ્યા છે. આ નિર્ણયથી શિક્ષણ જગતમાં નારાજગી જોવા મળી રહી છે.