મિલેટ્રી બેસમાં લાગી ભીષણ આગ, અનેક સૈનિકોના મોત, કેનેડિયન સંરક્ષણ પ્રધાને કહ્યું કે તેમણે ક્યારેય આટલું દુ:ખદ દ્રશ્ય જોયું નથી

Spread the love

આલ્બર્ટા: શનિવારે કેનેડાના આલ્બર્ટામાં વેઇનરાઇટ મિલેટ્રી બેસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જોરદાર પવનથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી, જેનાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ હતી. અધિકારીઓએ ઘટનામાં કેટલાક સૈનિકોના મોત અને અનેક ઘાયલ થયાની જાણ કરી હતી. ચોક્કસ સંખ્યા જાણી શકાઇ નથી. પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી સંરક્ષણ મંત્રીએ કહ્યું કે તેમણે ક્યારેય આવી દુ:ખદ આગની ઘટના જોઇ નથી.

તેઓ આઘાતમાં છે. હજુ સુધી કોઈ આંકડા જાહેર કર્યા નથી.

 

આલ્બર્ટાના પ્રીમિયર ડેનિયલ સ્મિથે આ ઘટનાને ખૂબ જ દુ:ખદ અને ગંભીર ગણાવી છે. તેમને કહ્યું કે આગમાં ઘણા લશ્કરી કર્મચારીઓ પ્રભાવિત થયા છે. કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નેએ પણ શોક વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પ્રાંતીય વહીવટીતંત્ર અને સ્થાનિક સત્તાવાળાઓ રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગ લશ્કરી બેઝની સીમા ઓળંગી ગઈ હતી અને આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. તેજ પવનને કારણે તે વધુ તીવ્ર બની હતી. અનેક કટોકટી એજન્સીઓ આગને કાબુમાં લેવા અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહી છે.

મિલેટ્રી બેઝમાં આગ કેવી રીતે લાગી?

 

કેનેડાના સંરક્ષણમંત્રીએ કહ્યું છે કે આગનું કારણ હજુ સુધી ઉકેલાયું નથી અને તપાસ ચાલી રહી છે. આરસીએમપીના નિવેદન મુજબ, તાલીમ વિસ્તારમાં મોટી આગ લાગી હતી, જે ઝડપથી પવનને કારણે વધુ ભડકી ઉઠી હતી. હાલમાં અગ્નિશામક અને રાહત પ્રયાસો માટે આલ્બર્ટા અને અન્ય પ્રાંતોમાંથી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

 

પ્રશાસને જાહેર જનતાને સ્થળથી દૂર રહેવા અને ઇમરજન્સી વાહનો માટે રસ્તાઓ સાફ રાખવા અપીલ કરી છે. લોકોને તાત્કાલિક કારણ વગર વેઇનરાઇટ હેલ્થ સેન્ટર ન જવાની પણ સલાહ આપવામાં આવી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *