ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ગમખ્વાર અકસ્માત, PSI સહિત 3નાં મોત

Spread the love

ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર મનુબર ગામ પાસે ટેમ્પો અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) યશ પટેલ સહિત ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે કારમાં સવાર અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ અંગે સ્થાનિક પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.પ્રાથમિક માહિતી અનુસાર, કાર વડોદરાથી ભરૂચ તરફ જઈ રહી હતી ત્યારે મનુબર ગામ નજીક ટેમ્પો સાથે તેની ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર ચાર પૈકી ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. આ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોમાં વડોદરાના 27 વર્ષીય PSI યશ પટેલ, 27 વર્ષીય પાર્થ પટેલ અને 28 વર્ષીય અસફાક મોનીનનો સમાવેશ થાય છે.ગાંધીનગરના અડાલજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એસજી હાઈવે પર વહેલી સવારે એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. ખેલૈયાઓ રાત્રે ઉત્સાહભેર ગરબા રમીને વહેલી સવારે કારમાં પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન મહારાજા હોટલ નજીક કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર પલટી મારીને ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 4 ખેલૈયાઓમાંથી 3 યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. કારમાં બે યુવક અને બે યુવતી સવાર હતા. તેઓ ગાંધીનગરથી એસજી હાઈવે તરફ આવી રહ્યા હતા, ત્યારે મહારાજા હોટલ પાસે કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જ્યાં કાર ધડાકાભેર વૃક્ષ સાથે અથડાયા બાદ પલટી ગઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *