ઉતરપ્રદેશમાં કોંગ્રેસનું ચુંટણી સુકાન ફરી પ્રિયંકા ગાંધી જ સંભાળે તેવા સંકેત છે અને ખાસ કરીને સમાજવાદી પક્ષ સાથે જોડાણમાં 403 વિધાનસભામાંથી કોંગ્રેસ 150 બેઠકો લડવા દાવો કરશે.
આ માટે પ્રિયંકા ગાંધીએ પક્ષની સંભવિત બેઠકોની યાદી તૈયાર કરી લીધી છે. હવે આગામી દિવસોમાં કોંગ્રેસ-સમાજવાદી પક્ષની બેઠક મળશે જેમાં બેઠક વહેચણીની ફોર્મ્યુલા ઘડાશે.કોંગ્રેસે એ કેટેગરીની 100 બી કેટેગરીની 40-50 અને સી કેટેગરીની 25-35 બેઠકો પક્ષમાંથી કાઢી ત્યાં તે દાવો કરી શકે છે. 2024માં કોંગ્રેસ 38 ધારાસભા બેઠકો પર સરસાઈ ધરાવતી હતી. 42 બેઠકો પર બીજા સ્થાને અને આ તમામ 80 બેઠકોને લડવા માંગે છે તો સપાએ જીતેલી એકાદ ડઝન બેઠકો પર પણ દાવો કરશે.
