જોતમે સોનાને એક સુરક્ષિત રોકાણ માનતા હોવ તો તમે ખોટા નથી. વાત એમ છે કે, આ સમયે આ જ ‘સોનું’ રશિયા જેવા શક્તિશાળી દેશને મોટા આર્થિક સંકટમાંથી બહાર લાવી રહ્યું છે. બેંક ઓફ રશિયાના તાજેતરના આંકડા મુજબ, રશિયાએ માત્ર સપ્ટેમ્બર મહિનામાં જ 6.2 ટન (અંદાજે 62,000 કિલોગ્રામ) ‘સોનું’ વેચી દીધું છે. ગ્લોબલ માર્કેટમાં ગોલ્ડના રેટના હિસાબે આ કિંમત 77.46 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ થાય છે.સતત થઈ રહેલા આ વેચાણ પછી રશિયાનો સોનાનો ભંડાર (ગોલ્ડ રિઝર્વ) ઘટીને 2,264 ટન (72.8 મિલિયન ટ્રૉય ઔંસ) રહી ગયો છે. આ વર્ષ 2019ના અંત પછીનું તેનું સૌથી નીચલું સ્તર છે. વર્ષ 1998ની નાણાકીય કટોકટી પછી આ પહેલો મોકો છે, જ્યારે રશિયા આટલી ઝડપથી પોતાના સોનાના ભંડારને ખાલી કરી રહ્યું છે. આંકડા બતાવે છે કે, ડિસેમ્બર 2025થી અત્યાર સુધી રશિયા અંદાજે 62 ટન સોનું વેચી ચૂક્યું છેસતત 10 મહિનાથી સોનાનો ભંડાર ઘટી રહ્યો છે, જે વર્ષ 2022 પહેલાની રશિયાની ‘સોનું જમા કરવાની રણનીતિ’ થી બિલકુલ વિપરીત છે. સપ્ટેમ્બરના અંત સુધી રશિયા પાસે 301.6 બિલિયન ડૉલરનું ‘સોનું’ બચ્યું છે, જે બરાબર એક મહિના પહેલા 333.5 બિલિયન ડૉલર હતું.ચીન’ પછી રશિયા દુનિયાનો બીજો સૌથી મોટો સોનું ઉત્પાદક દેશ છે, જે દર વર્ષે 300 ટનથી વધારે સોનું કાઢે છે. રસપ્રદ વાત એ છે કે, માત્ર સરકાર જ નહીં પરંતુ સામાન્ય રશિયન નાગરિકો પણ પોતાની આખી જિંદગીની બચતને સુરક્ષિત રાખવા માટે જામીને ‘સોનું’ ખરીદી રહ્યા છે. વર્ષ 2024માં રશિયનોએ 75.6 ટન ‘સોનું’ ખરીદ્યું હતું, જે દેશના કુલ વાર્ષિક ઉત્પાદનનો લગભગ 25% હિસ્સો હતો.
