અરૂણાચલમાં LAC માં ભારત – ચીન સૈનિકો સામસામા : ITBP ડીજીનો ધડાકો

Spread the love

નવી દિલ્હી તા.23 ભારત અને ચીન વચ્ચે સંબંધોમાં સુધારાના સંકેત વચ્ચે હવે ફરી એક વખત અરુણાચલ સીમા પર ચીનની આક્રમક લશ્કરી પ્રવૃતિ વધતા ફરી એક વખત માહોલ તનાવ ભર્યો થઈ ગયો છે. અહી લાઈન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર તૈનાત ઈન્ડો તિબેત બટાલિયન પોલીસના ડીજી શત્રુજીતકપુર એ અત્યંત ગંભીર માહિતી આપતા જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસથી ભારત અને ચીન વચ્ચેની અરુણાચલ સીમા પર અલગ અલગ પોઈન્ટ પર સીધી ટકકર થઈ રહી છે.

અગાઉ લદાખમાં ગલવાનમાં ભારત અને ચીનના સૈનિકો બાખડયા હતા અને તે બાદ બંને દળોએ સંયમ રાખ્યો હતો. પરંતુ હવે આ સરહદ પર ચીનના સૈન્યએ વધુ સૈનિકો ખડકતા અને યુદ્ધ જેવી તૈયારીઓનો સંકેત મળતા જ ઈન્ડો તિબેત બટાલિયન પોલીસ સાવધ થઈ ગઈ છે અને તમામ સરહદી બટાલિયનમાં ડ્રોન પ્લાટુનની રચના કરવામાં આવી છે અને અહી અર્ધલશ્કરી દળોના જવાનો માટે સ્ટ્રાઈક નામનો એક નવો કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો છે.

 

ડીજી શત્રજીતકપુરે જણાવ્યું કે ફકત એક સ્થળોએ નહી પણ અનેક સ્થળોએ આ પ્રકારનો તનાવ છે જેને પહોંચી વળવા હવે માઉન્ટેન ગુરીલ્લા ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે અને અહી દળોએ મોટાપાયે ભૂગર્ભ બંકર પણ બનાવવાનું શરુ કર્યુ છે.

તેઓ રાજસ્થાનના અલવરમાં ઈન્ડો તિબેત બટાલિયન પોલીસના શપથગ્રહણ સમારોહ દરમ્યાન આ માહિતી આપી હતી અને કહ્યું કે ડ્રોન એ આધુનિક યુદ્ધનું મહત્વનું સાધન બની ગયું છે અને તેથી ડ્રોન સેના તૈયાર કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા આ માટે 400 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે.

 

શા માટે મૌન! વડાપ્રધાનને કોંગ્રેસનો પ્રશ્ન

 

નવી દિલ્હી તા.23

ભારત-ચીન સરહદ પર તનાવ જેવી સ્થિતિમાં કોંગ્રેસે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રશ્ન પૂછયા છે. કોંગ્રેસના મીડીયા ઈન્ચાર્જ જયરામ રમેશે સોશ્યલ મીડીયામાં એક પોસ્ટ કરીને જયારે સીમા પર તનાવ છે તો વડાપ્રધાન અને તેની ટીમ શા માટે ચુપ છે તે પ્રશ્ન ઉઠાવ્યો હતો અને કહ્યું કે સરકારે ચીન નીતિ પર પ્રશ્નોની જડીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારત અને ચીન વચ્ચે જે પ્રશ્નો છે તેમાં સરકાર સતત મૌન ધારણ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *