Breaking News : સોનું એક્સચેન્જ કરાવતા પહેલા સાવધાન, માલાબાર ગોલ્ડ શોરૂમમાં 22 કેરેટના દાગીનાને 20 કેરેટ ગણાવતા હોબાળો !

Spread the love

તહેવારોની સિઝનમાં જો તમે સોનાના દાગીના ખરીદવા અથવા જૂના દાગીના એક્સચેન્જ કરાવવાનું વિચારી રહ્યા છો, તો સાવચેતી રાખવી જરૂરી છે. માલાબાર ગોલ્ડના શોરૂમમાં સોનાની શુદ્ધતા તપાસવા અંગે વિવાદ સર્જાયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં કંપની પર 22 કેરેટના સોનાના દાગીનાને 20 કેરેટ ગણાવીને તેની ઓછી કિંમત આંકવાનો આરોપ લગાવવામાં આવ્યોમીડિયા રિપોર્ટ અનુસાર, બિલાસપુરના એક ગ્રાહક સ્થાનિક પરંપરાગત જ્વેલર પાસેથી ખરીદેલા હોલમાર્કવાળા 22 કેરેટના સોનાના દાગીના માલાબાર ગોલ્ડના શોરૂમમાં એક્સચેન્જ કરાવવા લઈ ગયા હતો. શોરૂમમાં XRF મશીન દ્વારા તપાસ દરમિયાન દાગીનાની શુદ્ધતા 22 કેરેટને બદલે 20 કેરેટ હોવાનું જણાવવામાં આવ્યું હોવાનો દાવો છે.

 

ગ્રાહકે દાગીના પરના હોલમાર્ક અને HUID નંબરની તપાસ કરવાની માંગ કરી હોવા છતાં સંતોષકારક જવાબ ન મળ્યો હોવાનો પણ વીડિયોમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ગ્રાહકે પોતાના જૂના જ્વેલરનો સંપર્ક કર્યો હતો. દાગીનાની ફરી તપાસ કરાવતાં તે 22 કેરેટના હોવાનું સામે આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *