રાહુલ ગાંધીએ કહ્યું-‘જ્ઞાનેશ કુમારને હટાવો, 30 સેકન્ડમાં આંદોલન પૂર્ણ.’; દિલ્હીમાં પ્રદર્શનને લીધે 20 બજારો બંધ રહેશે, કરોડોના નુકસાનની આશંકા

Spread the love

રાહુલ ગાંધી એ 1 નવેમ્બરે દિલ્હીમાં યોજાનારી મહારેલીને ટાળવાનો ઈન્કાર કરી દીધો છે. સોમવારે X પર રાહુલ ગાંધી એ લખ્યું કે-‘અમે દરેક વેપારીઓને પ્રેમ કરીએ છીએ. તેમની વાત સાંભળી રહ્યા છીએ. મોદીજીને કહો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવી દે. 30 સેકન્ડમાં આંદોલન રોકાય જશે.’

 

10 હજાર કરોડનાં વેપારને નુકસાનની આશંકા…

દિલ્હીનાં કાશ્મીરી ગેટ પર સોમવારે વેપારીઓએ પ્રદર્શન કર્યું.

 

તેમણે કોંગ્રેસને 1 નવેમ્બરે રામલીલા મેદાન ખાતે યોજાનારી રેલીને દિવાળી પછી યોજવાની માગ કરી છે. ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી (CTI)નાં અધ્યક્ષ બૃજેશ ગોયલે કહ્યું કે- આ મુદ્દે INDIA ગઠબંધનનાં તમામ દળોને પત્ર લખવામાં આવશે. સંગઠને દિવાળી ફેસ્ટિવલ સિઝનમાં 10 હજાર કરોડ રૂપિયાના વેપારના નુકસાનની ચેતવણી આપી છે.

 

રાહુલે ‘ચલો દિલ્હી’ પોસ્ટર પણ શેર કર્યું..

રાહુલ ગાંધીએ રેલી ટાળવાના બદલે ‘ચલો દિલ્હી’નું પોસ્ટર શેર કરી પોતાનું વલણ જાહેર કરી દીધું છે. આ દરમિયાન કોંગ્રેસ પ્રમુખ ખડગે એ લખ્યું કે,‘આ તહેવારોની સિઝન છે. પરંતુ હાલના સમયે કમરતોડ મોંઘવારીને કારણે પણ લોકો સંઘર્ષ કરી રહ્યા છે. સરકારને તેની સહેજ પણ ચિંતા નથી. કારણ કે- તેઓ માત્ર વોટ ચોરી કરવાનું જાણે છે. આ સિલસિલામાં 1 નવેમ્બરે દિલ્હીમાં રામલીલા મેદાન ખાતે- “વોટ બચાઓ, દેશ બચાવો.” મહારેલી યોજાશે. તમામ લોકોને અપીલ છે કે- બંધારણ અને લોકતંત્ર બચાવવા માટે આ રેલીમાં ઉત્સાહભેર ભાગ લો અને આંદોલનને સફળ બનાવો.’

 

ગત દિવાળી સિઝનમાં લગભગ ₹75,000 કરોડનું વેચાણ થયું હતું

રામલીલા મેદાનની 5 કિલોમીટર ત્રિજ્યામાં ચાંદની ચોક અને કનૉટ પ્લેસ સહિત 8 મોટા બજાર આવેલા છે. વેપારી સંગઠન CAIT અનુસાર, 2025માં આ બજારોમાં દિવાળી પર ફેસ્ટિવ સિઝનમાં ₹75,000 કરોડ રુપિયાનો વેપાર થયો હોવાનું મનાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *