ભારતની મુલાકાત લેતા વિદેશી પ્રવાસીઓ સામાન્ય રીતે ટેક્સી, બસ અથવા ભાડાની કાર લઈને મુસાફરી કરે છે. પરંતુ બ્રિટનના હેલન અને મિકએ પોતાનો રસ્તો પસંદ કર્યો. તેમણે ચેન્નાઈમાં લાલ ઓટોરિક્ષા ખરીદી અને તેનું નામ ‘ટિમી ધ ટીન કેન’ રાખ્યું.
ઓટોરિક્ષાનો દેખાવ ખૂબ જ રસપ્રદ છે, કાર્ટૂન જેવી આંખો અને આગળ હસતો ચહેરો છે. ઓટોરિક્ષા ચેન્નાઈ , તમિલનાડુમાં નોંધાયેલ છે.
બ્રિટિશ દંપતી હેલન અને મિક માટે, તે ધીમે ધીમે ફક્ત પરિવહનનું સાધન જ નહીં પરંતુ તેમની મુસાફરીમાં એક ખાસ સાથી બની ગયું. જ્યારે તેઓ ભારતમાં તેમની સફર પૂરી કરીને UK પહોંચ્યા, ત્યારે તેઓ ઓટોરિક્ષાને જહાજ દ્વારા તેમની સાથે લઈ ગયા.
ભારતમાં ઓટોરિક્ષા ખરીદી, 75 દિવસ મુસાફરી કરી અને ઈંગ્લેન્ડનું દંપતી તેને જહાજમાં લોડ કરીને પોતાના દેશ લઈ ગયું
ભારતની મુલાકાત લેતા વિદેશી પ્રવાસીઓ સામાન્ય રીતે ટેક્સી, બસ અથવા ભાડાની કાર લઈને મુસાફરી કરે છે. પરંતુ બ્રિટનના હેલન અને મિકએ પોતાનો રસ્તો પસંદ કર્યો. તેમણે ચેન્નાઈમાં લાલ ઓટોરિક્ષા ખરીદી અને તેનું નામ ‘ટિમી ધ ટીન કેન’ રાખ્યું.
ઓટોરિક્ષાનો દેખાવ ખૂબ જ રસપ્રદ છે, કાર્ટૂન જેવી આંખો અને આગળ હસતો ચહેરો છે. ઓટોરિક્ષા ચેન્નાઈ , તમિલનાડુમાં નોંધાયેલ છે.
બ્રિટિશ દંપતી હેલન અને મિક માટે, તે ધીમે ધીમે ફક્ત પરિવહનનું સાધન જ નહીં પરંતુ તેમની મુસાફરીમાં એક ખાસ સાથી બની ગયું. જ્યારે તેઓ ભારતમાં તેમની સફર પૂરી કરીને UK પહોંચ્યા, ત્યારે તેઓ ઓટોરિક્ષાને જહાજ દ્વારા તેમની સાથે લઈ ગયા.
હેલન અને મિકે તેમના લાલ ઓટોરિક્ષા માટે ‘timmy-the-tin-can’ નામનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું. તેઓએ ત્યાં તેમની મુસાફરીના વીડિયો અને ફોટા શેર કરવાનું શરૂ કર્યું, તેને જોતા જ લોકોને તેમાં ઇંટ્રેસ્ટ પડ્યો. આ દંપતીના એકાઉન્ટમાં 9000થી વધુ ફોલોઅર્સ છે. તેમની પોસ્ટમાં ક્યારેક ટિમી રસ્તા પર દોડતો દેખાય છે, જ્યારે અન્ય પોસ્ટમાં તેની સાથે વિતાવેલા ખાસ ક્ષણોની ઝલક જોવા મળે છે. આ ઓટો-રિક્ષામાં ભારતભરમાં મુસાફરી કરવી તેમના માટે એક અનોખો અનુભવ હતો.
આ દંપતીએ તેમના ઓટો-રિક્ષામાં ભારતના વિવિધ ભાગોનો પ્રવાસ કર્યો. તેમની યાત્રામાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને દક્ષિણ ભારતના ઘણા સ્થળોનો સમાવેશ થતો હતો. તેઓએ આગ્રાની મુલાકાત પણ લીધી અને તાજમહેલ જોયો. તેઓએ ગોવાના દરિયાકિનારા પર પણ તેમની ઓટો-રિક્ષામાં મુસાફરી કરી, જેમાં લગભગ 4,218 કિલોમીટરનું અંતર કાપ્યું. ટિમી સમગ્ર યાત્રા દરમિયાન તેમની સાથે રહ્યો. ક્યારેક ભીડભાડવાળા શહેરની શેરીઓમાં, ક્યારેક લાંબા રૂટ પર, આ ઓટો-રિક્ષા તેમની યાત્રાની ઓળખ બની ગઈ.
કોઈ એક સ્થળે ફરવા જઈએ તો તેની યાદો સાથે રહી જાય છે, પરંતુ હેલેન અને મિક માટે, ઓટો-રિક્ષા પણ ભારતની તેમની યાદોની સાથે જોડાઈ ગઈ. ઘણા અઠવાડિયા સુધી સાથે મુસાફરી કર્યા પછી, ટિમી તેમના માટે ફક્ત એક વાહન કરતાં વધુ બની ગયું. જ્યારે બ્રિટન પાછા ફરવાનો સમય આવ્યો, ત્યારે તેને ભારતમાં છોડીને જવું મુશ્કેલ કાર્ય હતું. દંપતીએ ટિમીને તેમની સાથે UK લઈ જવાનું નક્કી કર્યું. ત્યારપછી તેને સમુદ્રના રસ્તે મોકલવાની તૈયારીઓ કરવામાં આવી.
ભારતથી UK સુધી ટિમીને લઈ જવા માટે દરિયાઈ માલવાહક વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લગભગ 6 મહિના સુધી શિપિંગ કર્યા પછી, ઓટો 23 ઓક્ટોબર, 2026ના રોજ લંડન ગેટવે પોર્ટ પર પહોંચ્યો. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોમાં દંપતી લાકડાના મોટા ક્રેટમાંથી પોતાનો લાલ ઓટો ઉતારી રહ્યું છે. આટલી લાંબી રાહ જોયા પછી ટિમીને ફરીથી જોઈને તેમનો આનંદ સ્પષ્ટ છે. આ વીડિયો હવે લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.
પોતાની પોસ્ટમાં, દંપતીએ ભારતની તેમની યાત્રાનું વર્ણન કર્યું, તેને એક ઊંડો ભાવનાત્મક અનુભવ ગણાવ્યો. તેઓએ 75 દિવસમાં 4,218 કિલોમીટરનું અંતર કાપ્યું અને એવી યાદો બનાવી જે તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં. તેમના મતે, ટિમીએ તેમને તેમના જીવનમાં એક અનોખો અનુભવ આપ્યો છે. હવે, તેઓએ તેમની યાત્રાના આગામી ભાગનો સંકેત પણ આપ્યો છે. ભારતમાં ટિમી સાથેની તેમની વાર્તાનો પહેલો ભાગ પૂર્ણ થઈ ગયો છે, જ્યારે આગામી ભાગ UKમાં શરૂ થવાનો છે.
હેલેન અને મિકની વાર્તાની ખાસ વાત ફક્ત એટલી નથી કે તેઓએ ભારતમાં એક ઓટો ખરીદી અને તેને વિદેશ લઈ ગયા. મુદ્દો એ છે કે એક સામાન્ય વાહન તેમની યાત્રાનો એક અભિન્ન ભાગ બની ગયું. ભારતીય રસ્તાઓ પર વિતાવેલા દિવસો, વિવિધ શહેરોની ઝલક અને રસ્તામાં અનુભવો હવે તેમની સાથે UK ગયા છે. ટિમીને પોતાની સાથે લઈને, આ દંપતી આ યાદોને સાચવવામાં સફળ રહ્યું છે. હવે, સોશિયલ મીડિયા પર લોકો તેમની આગામી યાત્રાની રાહ જોઈ રહ્યા છે. ભારતમાં હજારો કિલોમીટરની મુસાફરી કરનારી આ લાલ ઓટો બ્રિટનના રસ્તાઓ પર શું વાર્તા લખે છે તે જોવું રસપ્રદ રહેશે.
