તહેરાન તા.27 મધ્યપૂર્વના યુદ્ધે ચડેલા અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ સ્થપાતી ન હોવા છતાં નવા હુમલા નથી અને બીજી તરફ હુથી વિદ્રોહીઓ મુખ્યત્વે સાઉદી અરેબીયાને જ નિશાન બનાવી રહ્યા છે જયારે સાઉદી અરેબીને જ નિશાન બનાવી રહ્યા છે. ત્યારે સાઉદી અરેબીયાએ હુમલા રોકવાના બદલામાં એક અબજ ડોલર આપવાની હુથી વિદ્રોહીઓને ઓફર કરી છે.
સાઉદી અરબનાં સંરક્ષણમંત્રી પ્રિન્સ ખાલીદ બિન સલમાન ઈરાનની યાત્રાએ હતા ત્યારે આ ઓફર આપવામાં આવી હોવાનો દાવો ઈઝરાયેલી મીડીયા દ્વારા કરવામાં આવ્યો છે.આર્થિક સહાયના બદલામાં સિઝફાયરની આ ઓફર કરવામાં આવી છે.
જોકે સતાવાર રીતે સુાદી અરેબીયા, ઈરાન કે હુથી વિદ્રોહીઓએ કોઈ પુષ્ટિ કરી નથી. ઈઝરાયેલી મીડીયાના રીપોર્ટ પ્રમાણે સાઉદી અરેબીયાનાં સંરક્ષણમંત્રી પાક સૈન્ય પ્રમુખ અને તુર્કીન4 ગુપ્તચર વડાએ હુથી વિદ્રોહીઓના હુમલા અટકાવવાનો હતો.
હુમલા બંધ થાય તો એક અબજ ડોલર ટ્રાન્સફર કરવાની ઓફર આપવામાં આવી હતી.હુથી વિદ્રોહીઓ સાઉદી અરેબીયાને નિશાન બનાવી રહ્યા હોવાથી ભારે આર્થિક નુકશાન થઈ રહ્યું છે. વિમાની સેવા પણ ખોરવાયેલી હાલતમાં છે ત્યારે હુથીઓને નાણા આપીને હુમલા અટકાવવાનો વ્યુહ છે.