OTP વગર જ બેંક ખાતાં ખાલી! ગાંધીનગરમાં સાયબર ઠગોનો તરખાટ, નિવૃત્ત મહિલાના બે ખાતામાંથી ₹2 લાખની ઉચાપત!

Spread the love

કોઈપણ ટ્રાન્ઝેક્શન-ઓટીપી વિના બેલેન્સ

સફાચટ: ગાંધીનગરમાં નિવૃત્ત મહિલાના બે બેંક ખાતામાંથી સાયબર ઠગોએ 2 લાખ સેરવી લીધાગાંધીનગર શહેરના સેક્ટર 22 સ્થિત આનંદવાટીકા સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા 61 વર્ષીય મહિલા ને કોઈપણ પ્રકારના ટ્રાન્જેક્શન કે ઓટીપી શૅર કાર્ય વિના સાયબર ઠગોએ બે અલગ-અલગ બેંક ખાતામાંથી રૂ.2.20 લાખ નો ચૂનો લગાવ્યો છે. આ અંગે સેકટર 21 પોલીસે ગુનો નોંધ્યો છે.એક બાદ એક ટ્રાન્જેક્શનના મેસેજ આવ્યાં

 

શહેરના સેક્ટર 22 સ્થિત આનંદવાટીકા સોસાયટીમાં રહેતા ઝંખનાબેન ભદ્રવદનલાલ વછરાજા ગત 24મી ઓક્ટોબરે સાંજે પોતાના ઘરે હાજર હતા. તે દરમિયાન તેમના મોબાઈલ નંબર પર અચાનક એક પછી એક આશરે દશેક જેટલા ટેક્સ્ટ મેસેજ આવ્યા હતા. તેમણે ગભરાટમાં મેસેજ ચકાસતા ખબર પડી કે સેક્ટર 22 સ્થિત બેંક ઓફ બરોડાના ખાતામાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ. 1,20,299 તેમજ એરફોર્સ સ્ટેશન સેક્ટર 10 ખાતે આવેલી ઇન્ડિયન ઓવર્સીસ બેંકના ખાતામાંથી કુલ રૂ. 99,966 એમ બંને ખાતામાંથી કુલ રૂ. 2,20,264 ડેબિટ થઈ ગયા છે.કોઈ પણ પાસવર્ડ-ઓટીપી આપ્યા વગર ફ્રોડ

 

મહત્વનું છે કે, ઝંખનાબેન દ્વારા પોતાના બેંક ખાતામાંથી કોઈ જ વ્યવહાર કરવામાં આવ્યો નહોતો. એમાંય તેઓ ઓનલાઇન એપ્લિકેશનનો પણ ઉપયોગ કરતા નથી અને તેમણે કોઈને પણ પોતાનો વન-ટાઇમ પાસવર્ડ કે અન્ય કોઈ ગોપનીય માહિતી આપી ન હોવા છતાં તેમના ખાતામાંથી નાણાં ઉપડી ગયા હતા. અચાનક નાણાં બારોબાર ઉપાડી લેવાતા તેમને સાયબર ફ્રોડ થયાનો અહેસાસ થયો હતો.1930 પર ફોન કરીને ફરિયાદ નોંધાવી આ બનાવ અંગે મહિલાએ સાયબર ક્રાઇમની રાષ્ટ્રીય હેલ્પલાઇન લાઇન નંબર 1930 પર ફોન કરીને પોતાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ સેક્ટર 21 પોલીસ સ્ટેશન દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવતા તેમણે વિગતવાર ફરિયાદ નોંધાવી છે. ડિજિટલ યુગમાં સાયબર ઠગાઈના વધતા જતા બનાવો વચ્ચે વૃદ્ધ અને નિવૃત્ત નાગરિકો પણ રોજબરોજ હવે હેકર્સ અને સાયબર અપરાધીઓના નિશાના પર આવી રહ્યા છે, જેણે સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *