રશિયાએ યુક્રેનના વ્યસ્ત રેલવે સ્ટેશન પર ડ્રોન એટેક કર્યો, લાશોના ઢગલા થઈ ગયા, ચારેતરફ કાળો દેકારો મચી ગયો

Spread the love

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના એક ખતરનાક પગલાથી આખું યુક્રેન ધ્રુજવા લાગ્યું છે. ડ્નીપ્રોના એક વ્યસ્ત રેલવે સ્ટેશન પર એ સમયે કાળો દેકારો થઈ ગયો, જ્યારે અચાનક રશિયાનો એક ઘાતક ડ્રોન સીધો પ્લેટફોર્મ પર આવીને પડ્યો. આ હચમચાવી નાખતા હુમલામાં કમસે કમ 13 માસૂમ લોકોના દર્દનાક મોત થઈ ગયા છે. જ્યારે 10થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે.હુમલાની ભયાનક તસવીરો અને પુરાવા જોઈ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીનો ગુસ્સો જોવા મળ્યો છે. તેમણે આ તબાહીના પુરાવા આખી દુનિયાને દેખાડ્યા અને અમેરિકા, યૂરોપીય સંઘ સહિત જી7 દેશોની નીતિઓના ખૂબ ધજાગરા ઉડાવ્યા હતા.

 

યુક્રેનના રેલવે પ્લેટફોર્મ પર ઝેટ ડ્રોન પાડ્યો

 

આ ખતરનાક ઘટના ગુરુવારની સવારે ડ્નીપ્રોના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનમાંથી એક પર થઈ હતી. તે સમયે પ્લેટફોર્મ પર સ્ટેશન પર અસંખ્ય લોકો હાજર હતા અને ટ્રેન નંબર 866 ડ્નીપ્રોથી દક્ષિણી શહેર જાપોરિઝિયા જવા માટે બિલકુલ તૈયાર ઊભી હતી. ત્યારે આકાશમાંથી અચાનક રશિયાની સેનાનો એક ખૂબ જ ખતરનાક ઝેટ-પાવર્ડ સુસાઈડ ડ્રોન આવ્યો અને સીધો એ પ્લેટફોર્મ પર જઈને પડ્યો, જ્યાં લોકો ટ્રેનમાં ચડવાની રાહ જોઈ રહ્યા હતા. એક જોરદાર ધમાકો થયો અને થોડી જ સેકન્ડોમાં આખું સ્ટેડિયમ ધુમાડો, ગોળા અને ચીસોથી ધ્રુજવા લાગ્યું. ચારે તરફ લાશો અને લોહી પડેલું હતું.

 

યુક્રેનની રાષ્ટ્રીય રેલવે કંપની ઉક્રજાલિજ્નિત્સિયાએ ટેલિગ્રામ પર એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે, સ્ટેશન પર મંડરાતા ખતરાની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. પણ છતાં ઘણા લોકો પોતાની ટ્રેન પકડવા માટે પ્લેટફોર્મ પર ઊભા હતા. બ્લાસ્ટની તરત બાદ રાહત અને બચાવ ટીમો, ડોક્ટર અને સુરક્ષા એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને લોહીથી લથબથ ઘાયલોને હોસ્પિટલે પહોંચાડવાનું શરૂ કરી દીધું છે.

 

આ હુમલાના થોડા કલાકો બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કી ખુદ દુનિયા સામે આવ્યા. તેમણે હુમલાની હચમચાવી નાખતી તસવીરો અને વીડિયો સબૂત દેખાડ્યા.

 

દુઃખ અને ગુસ્સાથી ભરેલા ઝેલેન્સ્કીએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે આ રશિયા હુમલામાં અત્યાર સુધીમાં 13 નિર્દોષ લોકોના મોત થઈ ચૂક્યા છે અને 10થી વધારે લોકો જિંદગી અને મોતનો જંગ લડી રહ્યા છે. ડ્નીપ્રોના ક્ષેત્રિય ગવર્નર ઓલેક્સેડ્ર હાંઝા અને મેયર બોરિસ ફિલાતોવે પણ આ ભારે તબાહીની પુષ્ટિ કરી છે.

 

ઝેલેન્સ્કીએ માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે પોતાની ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને કહ્યું કે, પુતિનની સેના હવે જાણી જોઈને આ જગ્યાને ટાર્ગેટ બનાવી રહી છે, જ્યાં ખાલી સામાન્ય નાગરિકો એકઠા થતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *