ગુજરાત નું પાટનગર એટલે GJ-18 , જ્યાં તમામ પરીપત્રો, આદેશો, સૂચનાઓ અમલધારી અહીંથી કરાવવામાં આવે છે. પણ ભલેને, GJ-18 ખાતે આ અમલદારી ન થતી હોય પણ આ અમલદારી બીજે કરાવવામાં રોફ તો ખરો પણ અન્ય જિલ્લાઓના અમલદારોને તો નોટીસો પણ મળે છે. ત્યારે ટ્રાફીકશાખાના ચલણના રેટો બદલાઇ ગયા પણ GJ-18ના ચિલોડા સર્કલ પાસે આવેલા હજુ લટકણીયા બોર્ડ જે લટકી રહ્યા છે, જેનો દર આજે ૨૦ વર્ષ પહેલાનો જે ગૃહવિભાગે પરીપત્ર બહાર પાડ્યો છે, ત્યારનો છે, ત્યારે ઘણીવાર ટ્રાફીકપોલીસને માથાકુટ પણ વાહન-ચાલકો પાસે થતી જાેવા મળે છે.
પ્રાપ્ત વિગતોનુસાર ચિલોડા તરફ જવાના એરોપ્લેન સર્કલ પાસે આવેલા આ લગાડેલા બોર્ડ ઘણું જ વધું કહી જાય છે. ત્યારે આ રેટ જાેવા મજઇએ તો ૨૦ વર્ષ પહેલનાં છે. ત્યારે આટલું સસ્તી ટ્રાફીક ચલણ જાેઇએ તો ભલભલા વાહન-ચાલકો મોંમા આંગળા નાંખી દે તેવા છે. ત્યારે અત્યારનુું ચલણ પગણા ભાવથી વધારે હોવાથી દરેક વાહન-ચાલક કહે છે, કે કોઇ લોટા દે મેરે બિતે હુએ દીન, નહીં ચાહીએ અચ્છે દીન, જેવો ઘાટ સર્જાયો છે. ત્યારે જે ભાવમાં તફાવત છે. તેમાં ટ્રાફીક સિગ્નલ નો ભંગથી લઇને, સ્પોપલાઇનનો ભંગ, ટ્રાફીક સંજ્ઞાનો ભંગ, લેન નિશાનીનો ભંગ, ગેરકાયદે પાર્કીગ રોંગ સાઇડ ટ્રાફીક, બેલ્ટ ન પહેર્યો હોય જેના પહેલાં ૭૫ થી ૧૦૦ રૂપિયા દંડ હતો, તે હવે ૫૦૦ થી ૧ હજાર રૂપિયા દંડ થઇ ગયો છે. ત્યારે ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવી તેની કલમ ૧૮૪(બી) છે, તેમાં દંડ લખેલો જ નથી, જેથી દંડ નથી, ત્યારે દરેક નાગરીક આ જાેઇને ખુશખુશાલ થઇ જાય છે. ત્યારે આજનો દંડ જાેઇએ તો ૫૦૦ થી ૧ હજાર થઇ ગોય છે. ત્યારે તંત્ર લાકડા તલવાર લઇને નિયમો થોપવા નીકળી પડે છે. પણ પહેલાં આ તો બદલો… તમારા લાકણીયા એજ કરો,