ક્રૂડ ઓઈલ ઘટવા છતાં રૂપિયો અને સોનામાં નિરસતા યથાવત

Spread the love

વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવમાં નરમાઈ છતાં રૂપિયા અને સ્થાનિક સોનામાં નિરસ વાતાવરણ હતું. જોકે, ચાંદી નીચલા સ્તરથી સુધરી હતી. અમેરિકામાં મધ્યસ્થ ચૂંટણીને કારણે ક્રૂડમાં પ્રીમિયમમાં ઘટાડો થયો હતો અને તેની પાછળ બ્રેન્ટ ક્રૂડ 4.4 ટકા ઘટી 108.43 ડોલર અને ડબલ્યુટીઆઈ 4.4 ટકા ઘટી 99.55 ડોલર રહ્યા હતા. ગેસોલીનના ભાવમાં તો 5 ટકાથી વધુ ઘટાડો હતો.

ક્રૂડના ભાવ ઘટવા છતાં સ્થાનિકમાં સોનું ~500 ઘટી ~1.42 લાખ રહ્યું હતું. જ્યારે ચાંદી એક વર્ષની નીચલી સપાટીથી ~2,000 સુધરી ~1.84 લાખ રહી હતી. જ્યારે ડોલર સામે રૂપિયો એક તબક્કે સુધરીને 94.76 થયા બાદ ડોલરની માગ વચ્ચે અંતે 10 પૈસા ઘટી 94.86 રહ્યો હતો. ગત્ સપ્તાહને અંતે રૂપિયો 50 પૈસા સુધરી 94.76 થયો હતો.

ક્રૂડના ભાવમાં તેજી અટકતાં વૈશ્વિક સોનું નીચલા સ્તરથી પાછું ફરી 25 ડોલર વધી 3901 ડોલરના સ્તરે ટ્રેડ થતું હતું, જે ઇન્ટ્રા ડેમાં નીચામાં 3,879 ડોલર સુધી ગબડ્યું હતું. બુલિયન એનાલિસ્ટોના જણાવ્યા અનુસાર, સોના માટે 3,850 ડોલર મહત્ત્વનું સપોર્ટ છે. આ સ્તરની આસપાસ વૈશ્વિક સેન્ટ્રલ બેન્કોનો ટેકો જોવા મળી શકે છે. જોકે, અમેરિકામાં મધ્યસ્થ ચૂંટણીના પરિણામ પછી ફેડરલ રિઝર્વની નિતી કેટલી કડક બને છે તે પણ જોવાનું રહેશે. ચાંદી પણ નીચલા સ્તરથી 1.12 ડોલર ઊંચકાઈ 50.12 ડોલરની સપાટીએ ટ્રેડ થતી હતી. સ્થાનિક વાયદામાં સોનું ~124 ઘટીને તો ચાંદી ~2245 વધીને બોલાતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *