રાજકોટની મહેફિલને જ્ઞાતિવાદનું સ્વરૂપ ન આપવું જોઈએ: પરસોતમ પીપળીયા

Spread the love

રાજકોટ સહિત રાજ્યભરમાં હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ ચર્ચાનું કેન્દ્ર બની છે. આ મામલે પાટીદાર સમાજના આગેવાન અને કાયદાના નિષ્ણાત પરસોતમ પીપળીયાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં જે રીતે જ્ઞાતિનું સ્વરૂપ આપવામાં આવ્યું છે તે અયોગ્ય છે. જોકે તેમણે અન્ય પણ કેટલાક મહત્વના નિવેદનો આપ્યા હતા.

રાજકોટ શહેરની સરાઝા હોટલમાં હાઈ પ્રોફાઈલ દારૂની પાર્ટી પકડાઈ હતી. આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં કેટલાક જ્ઞાતિ આગેવાનો દ્વારા અને અન્ય કેટલાક લોકો દ્વારા સોશિયલ મીડિયામાં જ્ઞાતિવાદનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. ત્યારે પાટીદાર સમાજના આગેવાન અને કાયદા નિષ્ણાત પરસોતમ પીપળીયાએ કહ્યું હતું કે, આ મહેફિલમાં માત્ર કોઈ એક જ જ્ઞાતિના લોકો ન હતા, તમામ જ્ઞાતિના લોકો હતા એટલા માટે જ્ઞાતિવાદનું સ્વરૂપ આપવું તે અયોગ્ય છે.

આ સાથે તેમણે પોતે જ આ મહેફિલમાં સામેલ મહિલાઓનો બચાવ કર્યો હતો. પોલીસે મહિલાઓના નામ જાહેર ન કરવા જોઈએ તેવી પોસ્ટ પોતાના સોશિયલ મીડિયામાં મૂકી હતી. જો મહિલાઓ નિર્દોષ હતી તો તેમણે પોતાના મોઢા પર શા માટે કપડાં ઢાંકવા પડ્યા? તે સવાલ પૂછતાં પરસોતમ પીપળીયાએ કહ્યું હતું કે, પોલીસે આ મહિલાઓને મોઢે કપડાં બાંધવા ફરજ પાડી હતી. પોલીસે એક પણ મહિલા સામે ફરિયાદ નહોતી નોંધી, એક પણ મહિલાના નામ સત્તાવાર રીતે જાહેર નહોતા કર્યા તો પછી તેમની આ પોસ્ટ પાછળનું તર્ક પણ કેટલું યોગ્ય તે એક સવાલ રહ્યો હતો.

હાલમાં જે દારૂબંધી ગુજરાતમાં છે તેમની સામે પણ પરસોતમ પીપળીયાએ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં સરળ દારૂબંધી હોવી જોઈએ, એસઓપી આધારિત દારૂબંધી હોવી જોઈએ. હાલમાં જે દારૂબંધીની સિસ્ટમ છે તેમની સામે તેમનો વાંધો ઉઠાવતા જણાવ્યુ કે, દારૂબંધી હળવી થવી જોઈએ અને નિયમો બનાવીને પરમિટ પ્રથાને રદ કરીને નિયમો બનાવીને પરમિટ પ્રથા બનાવીને છૂટ આપવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *