દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓ માટે વધુ એક રજાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે 9 નવેમ્બર, 2026ના રોજ સોમવારે તમામ સરકારી કચેરીઓમાં જાહેર રજા જાહેર કરી છે. જોકે, આ રજાના બદલામાં 28 નવેમ્બર, ચોથા શનિવારના રોજ સરકારી કચેરીઓ ચાલુ રહેશે.
રાજ્ય સરકારની કચેરીઓ ઉપરાંત પંચાયત કચેરીઓ, બોર્ડ અને કોર્પોરેશનમાં પણ આ નિર્ણય લાગુ પડશે.સરકારના આ નિર્ણયથી સરકારી કર્મચારીઓને દિવાળીથી ભાઈબીજ સુધી સતત ચાર દિવસની રજાનો લાભ મળશે.
આ પ્રમાણે રહેશે રજાનું શેડ્યૂલ:
8 નવેમ્બર, રવિવાર – દિવાળી
9 નવેમ્બર, સોમવાર – જાહેર રજા
10 નવેમ્બર, મંગળવાર – નૂતન વર્ષ
11 નવેમ્બર, બુધવાર – ભાઈબીજ
આમ, દિવાળીના તહેવારો દરમિયાન સરકારી કર્મચારીઓને સતત ચાર દિવસનું મિની વેકેશન મળશે. જ્યારે 9 નવેમ્બરની રજાના બદલામાં 28 નવેમ્બરે સરકારી કચેરીઓ કાર્યરત રહેશે
