દૂધ લેવાના બહાને છોકરીને મળવા ગયા ASI, ઘરમાં રંગરેલિયા મનાવતા ગામ લોકોએ હોબાળો કર્યો, ડરના માર્યા બારીમાંથી ફાયરિંગ કર્યું

Spread the love

બિહારના મધુબની જિલ્લામાં એક ASIની ફાયરિંગથી એક ગ્રામિણનું મોત થઈ ગયું, જ્યારે 3 લોકો ઘાયલ થઈ ગયા છે. આરોપ છે કે એએસઆઈ ચંદ્રમોહન સિંહ ગામના એક ઘરમાં પ્રેમ પ્રસંગમાં યુવતીને મળવા પહોંચ્યા હતા. તેની જાણકારી ગ્રામિણોને થઈ તો મોડી રાતે લોકોએ ઘરને ચારે તરફથી ઘેરી લીધું. જ્યાં ગ્રામિણોએ દરવાજો ખોલી એએસઆઈને બહાર કાઢવાની માગ કરવા લાગ્યા.આ દરમ્યાન ખુદને ભીડમાં ઘેરાયેલો જોઈને ASIએ પોતાની સર્વિસ પિસ્તોલથી ફાયરિંગ કર્યું. આ ઘટનામાં અશોક યાદવનો જીવ ગયો. વળી 3 અન્ય ગ્રામિણો ઘાયલ થઈ ગયા. આ ઘટના બાદથી આરોપી ASI ફરાર છે. એસએસપીએ તેને સસ્પેન્ડ કરી તેને શોધી આપનારને 25 હજારનું ઈનામ આપવાની પણ જાહેરાત કરી છે.

 

દૂધ લેવાના બહાને યુવતીને મળવા આવતા હતા ASI

 

દૈનિક ભાસ્કરના રિપોર્ટ અનુસાર, આ ઘટના બાબૂબરહી વિસ્તારના બલિરાજગઢ નજીક ધતા ટોલની છે. ગ્રામિણ અખિલેશના અનુસાર, આરપી એએસઆઈ ચંદ્રમોહન સિંહ લગભગ 6 મહિના પહેલા ગામના એક ઘરમાં દૂધ લેવો આવ્યો હતો, જ્યાં શરુઆતમાં તે દૂધ લઈને નીકળી જતો હતો. લગભગ એક મહિના બાદ તે ઘરમાં બેસીને ચા પીવા લાગ્યો. આ દરમ્યાન તેને ઘરની એક યુવતી સાથે મિત્રતા થઈ. ત્યાર બાદ બંને વચ્ચે પ્રેમ પ્રસંગ શરુ થઈ ગયો.

 

વળી ગામલોકોનો આરોપ છે કે, ત્યાર બાદ એએસઆઈ દિવસમાં બેથી ત્રણ વાર ઘરે આવવા લાગ્યો. સોમવારની રાતે પણ તે યુવતીને મળવા તેના ઘરે પહોંચ્યો હતો. જ્યાં અમુક ગ્રામિણોએ તેને ઘરમાં જતો જોયો. તેની સૂચના ગામમાં ફેલાવા લાગી અને જોતજોતામાં લોકોની ભીડ ઘરની બહાર એકઠી થવા લાગી.

 

ભીડ જોઈ બારીમાંથી ફાયરિંગ કર્યું

 

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ગ્રામિણો લગભગ 20થી 25 મિનિટ સુધી એએસઆઈને બહાર કાઢવા માટે કહેતા રહ્યા. આ દરમ્યાન ખુદને ઘેરાતો જોઈ તેણે સર્વિસ પિસ્તોલથી બારીમાંથી ગોળીઓ ચલાવવાનું શરુ કરી દીધું. ગ્રામિણોનો દાવો છે કે તેણે પાંચથી છ રાઉન્ડ ફાયરિંગ કર્યું. જ્યાં ગોળી અશોક યાદવ સહિત ચાર લોકોને વાગી. આ દરમ્યાન અશોક યાદવનું મોત થઈ ગયું. ઘાયલોમાં ફુલો દેવી, વિજેન્દ્ર યાદવ, ધનિકલાલ યાદવ સામેલ છે. તેમાંથી બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

 

દીકરાના લગ્ન માટે ગામમાં આવ્યા હતા અશોક યાદવ

 

અશોક યાદવ બેંગલુરુમાં પાનની દુકાન ચલાવે છે. ડિસેમ્બરમાં તેમની દીકરીના લગ્ન નક્કી કર્યા હતા. આથી તેઓ 15 દિવસ પહેલા ગામડે આવ્યા. તેમના મોત બાદ પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે. પત્ની અને બાળકોની રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ છે.

 

મહિલાઓએ ડીએમનો કોલર પકડી લીધો

 

ઘટના બાદ ગામમાં તણાવ ફેલાઈ ગયો છે. ડીએમ આનંદ શર્મા ઘટનાસ્થળે પહોંચ્યા અને ગ્રામિણોને સમજાવવાની કોશિશ કરી. આ દરમ્યાન આક્રોશિત ભીડમાં સામેલ એક મહિલાએ ડીએમનો કોલર પકડી લીધો. પોલીસકર્મીએ જેમતેમ કરી તેમને સુરક્ષિત બહાર કાઢ્યા. પ્રશાસને પારિવારિક લાભ યોજના અંતર્ગત મૃતકના પરિવારને 20 હજારનો ચેક આપ્યો. જો કે ગ્રામિણોએ આરોપી એએસઆઈને સસ્પેન્ડ કરી હત્યાનો ગુનો નોંધી, દીકરીના લગ્નનો ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવા અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની માગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *