Ahmedabad: અમદાવાદથી ગાંધીનગર તરફ રોજબરોજ અવરજવર કરતા લાખો વાહનચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે મુસાફરોએ રસ્તામાં ટ્રાફિક કે સિગ્નલ પર ઊભા રહેવાની જરૂર નહીં પડે. ઈસ્કોન જંક્શનથી સાણંદ સર્કલ સુધીનો અત્યાધુનિક એલિવેટેડ કોરિડોર હવે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે, જે વાહનવહારને અત્યંત સરળ બનાવશે
અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર વાહનચાલકો માટે રાહત: ઈસ્કોનથી સાણંદ સર્કલ એલિવેટેડ કોરિડોર તૈયાર, 9 નવેમ્બરે અમિત શાહ કરશે લોકાર્પણ
અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર વાહનચાલકો માટે રાહત: ઈસ્કોનથી સાણંદ સર્કલ એલિવેટેડ કોરિડોર તૈયાર, 9 નવેમ્બરે અમિત શાહ કરશે લોકાર્પણ
અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર વાહનચાલકો માટે રાહત: ઈસ્કોનથી સાણંદ સર્કલ એલિવેટેડ કોરિડોર તૈયાર, 9 નવેમ્બરે અમિત શાહ કરશે લોકાર્પ અમદાવાદથી ગાંધીનગર તરફ રોજબરોજ અવરજવર કરતા લાખો વાહનચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે મુસાફરોએ રસ્તામાં ટ્રાફિક કે સિગ્નલ પર ઊભા રહેવાની જરૂર નહીં પડે. ઈસ્કોન જંક્શનથી સાણંદ સર્કલ સુધીનો અત્યાધુનિક એલિવેટેડ કોરિડોર હવે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે, જે વાહનવહારને અત્યંત સરળ બનાવશે
રૂ. 464 કરોડના ખર્ચે તૈયાર થયો ભવ્ય ઓવરબ્રિજ
આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ અંતર્ગત ₹464 કરોડના જંગી ખર્ચે ઈસ્કોન ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ફ્લાઈઓવરના નિર્માણથી મહિનાઓથી ટ્રાફિક જામની વિકટ સમસ્યાથી પીડાતા વાહનચાલકોને મોટી રાહત મળશે. આગામી 9 નવેમ્બરના રોજ દેશના કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના વરદ્ હસ્તે આ ભવ્ય ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે અને તેને જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે.
સાણંદ સર્કલથી ગાંધીનગર સુધીની સફર હવે સંપૂર્ણ ‘સિગ્નલ ફ્રી’
આ એલિવેટેડ કોરિડોર શરૂ થવાથી સાણંદ સર્કલથી સીધા ગાંધીનગર સુધીની સફર એકદમ સિગ્નલ ફ્રી બની જશે. એટલે કે હવે વાહનચાલકોને વચ્ચે આવતા કોઈપણ ચાર રસ્તા પર વાહન ઊભું રાખવાની કે ટ્રાફિકમાં ફસાવાની ઝંઝટમાંથી કાયમ માટે મુક્તિ મળી જશે, જેનાથી સમય અને બળતણ બંનેની ભારે બચત થશે.
